અમરેલી જિલ્લાના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં મોટો ઉછાળો, ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમરેલી જીલ્લાના માર્કેટ યાર્ડમાં પ્રથમ વખત કપાસના ભાવ રૂ. 2627 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા હતા. જો કે હાલ કપાસની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમરેલી માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 2,627ની ટોચે પહોંચ્યો હતો. જિલ્લાના મુખ્ય ત્રણ યાર્ડ અમરેલી, સાવરકુંડલા અને રાજુલામાં એક જ દિવસમાં 1949 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. અમરેલી માર્કેટ યાર્ડમાં ગત વર્ષે કપાસનો ભાવ સાવ ઓછો હતો. જો કે આ વર્ષે બજારમાં કપાસના ભાવ વધ્યા છે. કોટન માર્કેટ અત્યારે ઉંચુ છે જેના કારણે કપાસના ભાવ પણ ગત વર્ષ કરતા સારા છે. ગયા વર્ષે ખેડૂતોને કપાસના ભાવમાં જે કમી હતી તે આ વર્ષે ઊંચા ભાવથી સરભર થઈ ગઈ છે.

પ્રથમ વખત કપાસના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. હવે કપાસનું છેલ્લું વિણ પણ પૂર્ણ થવાનું છે. જેના કારણે ખેડૂતો હવે કપાસનો પાક કાઢી રહ્યા છે. જેના કારણે બજારમાં કપાસની આવક પણ ઘટી છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.