દેશમાં ઓમિક્રોનના કેસો આવવા શરૂ થઇ ગયા છે ત્યારે ગુજરાતમાં પણ એક કેસ જામનગરમાં નોંધાઇ ચૂક્યો છે ત્યારે ઓમિકોનનો અમરેલી જિલ્લામાં પ્રવેશ થાય પહેલા જ અગમચેતીના ભાગરૂપે આવતીકાલ મંગળવારથી જાહેરમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. જાહેરમાં માસ્ક વિના જો કોઇ પકડાશે તો તેની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પોલીસની એક અખબારી યાદીમાં ચેતવણી આપવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે , આવતીકાલથી જાહેર સ્થળે જો કોઇ પણ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર મળી આવશે તો તેના વિરૂધ્ધ રોકડ દંડની કાર્યવાહી કરવામાં આવશે . કોરોના મહામારી અંગેના નિયમોનું ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ એપિડેમિક એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે , જેની તમામે નોંધ લેવી . ઓમિક્રોનથી લોકોએ પોતાની તથા પોતાના પરિવારની સુરક્ષા માટે માસ્ક ફરજિયાત પહેરવા તેમણે લોકોને અપીલ કરી હતી .
નિર્લિપ્ત રાઈ એ કરી જાહેરાત
અમરેલી જિલ્લામાં આજથી જાહેર સ્થળે માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારવામાં આવશે. કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના જોખમને ધ્યાને રાખીને જિલ્લા વહિવટી તંત્ર એક્શન મુડમાં આવી ગયું છે. કોરોના ગાઈડલાઈનો ઉલાળીયો કરતા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાશે. અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ ન હોવાથી તંત્રએ માસ્કના નિયમમાં થોડી ઢીલાશ રાખી હતી.
અમરેલીમાં નવા વેરિયન્ટના પગલે હવે તંત્ર પણ સજ્જ બન્યું છે. આજથી અમરેલી સહિત જિલ્લાભરમાં જાહેર સ્થળે કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર દેખાશે તો તેમને દંડ ફટકારવામાં આવશે.બીજી તરફ સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોને ઘોળી પી જનાર લોકો સામે એપિડેમિક એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે.
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.
Leave a Reply
You must be logged in to post a comment.