જાફરાબાદ શહેરમાં તાલુકા પે. શાળા પાસે વૃક્ષ ધરાશાયી, બે દુકાનને નુકસાન

અમરેલીના જિલ્લાના જાફરાબાદ શહેરમાં આવેલી તાલુકા પે. શાળા પાસે આજે વહેલી સવારે એક મહાકાય પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું હતું, વૃક્ષ PGVCL ના વીજતાર પર પડતાં બે વીજપોલ ધરાશાયી થયા હતા. સદનસીબે વહેલી સવારનો સમય હોવાથી લોકોની અવર-જવર નહિવત હોવાથી જાનહાનિ ટળી હતી. શહેરની તાલુકા પે સેન્ટર સ્કૂલમાં આવેલું આ પીપળાનું વૃક્ષ વર્ષો જુનું હતું.આ વૃક્ષ આજે વહેલી સવારે અચાનક ધરાશાયી થતાં PGVCLના વીજતાર ઉપર પડતા બે વીજપોલ પણ ઉખાડી ગયા હતા. વૃક્ષ વહેલી સવારે ધરાશાયી થવાથી કોઈ પ્રકારની જાનહાનિ નહતી થય પરંતું બાજુમાં રહેલી બે દુકાનોને સામાન્ય નુકશાન થવા પામ્યું હતું.

આ ઘટનાની જાણ પીજીવીસીએલને થતા તરતજ તેમનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો, ઉપરાંત નગરપાલિકાની ટીમના સભ્યો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને માર્ગ શરૂ કરવા કામગીરી શરૂ કરાઇ હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જાફરાબાદ તાલુકમાં તાઉતે વાવાઝોડામાં ભારે નુકસાન થયું હતું, ત્યારે આ વિસ્તારમાં હજુ પણ આવા કેટલાય જર્જરિત વૃક્ષો મોટા પ્રમાણમાં આવેલા છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.