રાજકોટ, તા. 17 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર
રાજકોટમાં કોરોના દર્દીને હોસ્પિટલના સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડ દ્વારા માર મારવાનો વીડિયો આજે સોશિયલ મીડિયામાં દાવાનળની જેમ વાયરલ થઇ રહ્યો છે. જોકે, આ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે.
વીડિયોમાં માર ખાનર દર્દીનું 12 સપ્ટેમ્બરના રોજ મૃત્યું થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકનું રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં દર્દીની કિડનીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, ઓપરેશન બાદ દર્દી કોરોના પોઝિટિવ હોવાનું ખુલ્યું હતું. ત્યાર બાદ ગિરિરાજ હોસ્પિટલ દ્વારા દર્દીને સિવિલમાં દાખલ કરવાનું જણાવ્યું હતું.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન હોસ્પિટલના સ્ટાફ દ્વારા મારા મારતા હોવાનો વીડિયો આજે વાયરલ થયો હતો. મૃતક યુવકના ભાઇએ જણાવ્યું કે તેના ભાઇનું મૃત્યું કોરોનાના કારણે નહીં પણ માર મારવાથી થયું હતું. મારા ભાઈના મોઢા પર મારના કારણે કાળા ચાઠા પડી ગયા હતા. મારા ભાઇને માનસિક અસ્થિરમાં ખપાવી મામલો રફા દફાકરવા માગે છે.
Source link Gujarat Samachar