સતત રડતી પુત્રીનું દુ:ખ ન જોવાતાં માતા એ કેરોસીન છાંટી કર્યુ અગ્નિસ્નાન

લાઠીના ખોડિયારનગરમા રહેતી પરિણિતાની દોઢ વર્ષની બાળકી સતત રડતી હોય તેનુ દુખ જોઇ ન શકતા આ પરિણિતાએ શરીર પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કર્યુ હતુ. અહી રહેતી રેખાબેન વિજયભાઇ રાઠોડ (ઉ.વ.24) નામની પરિણિતાએ પોતાના શરીર પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરતા તેને સારવાર માટે પ્રથમ લાઠી દવાખાને ત્યાંથી અમરેલી સિવીલમા અને વધુ સારવાર માટે ત્યાંથી રાજકોટ સિવીલમા ખસેડવામા આવેલ છે. આ પરિણિતાના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. હાલમા તેને સંતાનમા દોઢ વર્ષની પુત્રી છે. જેને રસી અપાવી હોય શરીરે ઢીમચા થવાથી સતત રડયા કરે છે. જેથી પુત્રીનુ આ દુખ જોઇ ન શકતા તેણે આ પગલુ ભર્યુ હોવાનુ પોલીસને જણાવ્યું હતુ. લાઠીના ઇન્ચાર્જ પીએસઆઇ ડી.જી.પટેલે બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here