ફરી કોંગ્રેસના પ્રમુખ પદે બેસવા રાહુલ ગાંધી તૈયાર છે.

32
rahul gandhi news in gujarati

પોતાની ફેમિલી પેઢીનો હવાલો લેવા રાહુલ ગાંધીએ તખ્તો તૈયાર કરી નાખ્યો છે. કોઇને પણ આ બાબતે કોઇ શંકા નથી. કોંગ્રેસમાં આંતરીક ચૂંટણીઓ બાબતની શંકામાં કોઇ ફેર પડયો નથી. ગાધી પરિવારની ઇચ્છા પ્રમાણે ગોઠવણ થઇ રહી છે.

ટોપ પોસ્ટ પર કોઇ ગાંધી બેસશે તે પણ લોકો જાણતા હતા. લોકસભાના જંગમાં ધબડકો થયા બાદ રાહુલ ગાંધી એ નૈતિક જવાબદારી સ્વિકારીને રાજીનામું આપી દીધું હતું. તેમની જગ્યાએ કાર્યકારી પ્રમુખ તરીકે સોનિયા ગાંધીએ હવાલો સંભાળ્યો હતો.હવે તે તેમના પુત્ર માટે જગ્યા કરી આપશે.

કોંગ્રેસના બહુ બોલકા નેતાઓ એમ કહેશે કે અમારા પક્ષમાં બધું લોકશાહી ઢબે ચાલે છે પણ ભાજપમાં બધું નાગપુર કહે એમ થાય છે. આતો બધું રાજકારણ છે. પરંતુ હકીકત એ છે કે કોંગ્રેસમાં નોન-ગાંધી કેડર સિવાયના પ્રમુખ બનવાની ઇચ્છા રાખનારાઓ નિરાશ થયા છે. આ લોકો પાયાના કાર્યકર તરીકે આગળ આવેલા છે પરંતુ સૌથી ટોપની પોસ્ટ એક પરિવાર માટે ફિક્સ હોઇ આ લોકો નારાજ છે.

ગાંધી પરિવારના પ્રિન્સ ફરી પ્રમુખ પદ સંભાળી રહ્યા છે તે સોનિયા ગાંધીએ નવેસરથી રચેલી કેટલીક કમિટિઓ પરથી ખ્યાલ આવી શકે છે.

કેટલાકની બાદબાકી થઇ છે તે કેટલાકને સમાવાયા છે. સોનિયાગાંધીના જેમને આંખ અને કાન કહેવાતા હતા એવા લોકોને કોરોના વાઇરસની જેમ દુર ધકેલી દેવાયા છે તો રાહુલ ગાંધીના ખાસ મનાતા લોકોને આગળ લવાયા છે. મનમોહનસિંહ એક સ્વભાવિક ચોઇસ બની ગયા છે.

મનમોહનસિંહ તેમની તબિયતના કારણે બહુ એક્ટીવ નહીં રહી શકે પરંતુ જ્યારે કોઇ બુધ્ધિશાળી માણસને આગળ ધરવો હશે ત્યારે મનમોહનસિંહ કામમાં આવી શકે છે. મનમોહનસિંહ પોતે નરસિંહરાવને નહીં પણ ગાંઘી પરિવારને વફાદાર રહ્યા હતા. ગાંધી પરિવારના અનેક અસ્પષ્ટ નિર્ણયોમાં તેમણે મૂક સંમતિ આપી હતી.

૪૯ વર્ષના રાહુલ ગાંધીની ઇમેજ ઉભી કરવા પ્રોફેશનલ એક્સપર્ટને કામ સોંપાયું હતું. રાહુલ શોઝ ધ વે હેશ ટેગ તૈયાર કરાયા હતા. રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથેની તેમની ચર્ચાને હાઇલાઇટ કરવામાં આવી હતી. નયા રાહુલ વાળી વાત સાંભળીને ૭૦-૮૦ના દાયકામાં એક ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપની અખબારોમાં મોટી જાહેરાત આપતી હતી. ત્યારે ટીવી માધ્યમો નહોતા. બોલીવુડની ટોેચની અભિનેત્રીને ચમકાવતી નયા લક્સની જાહેરાતો કરવામંા આવી હતી.

આ ન્હાવાનો સાબુ હતો. તેની ટેગલાઇન હતી કે ચિત્રતારીઓંકા ફેવરીટ સાબુન. એટલેકે અભિનેત્રીઓ નયા લક્સ વાપરે છે.

હકીકત એ હતી કે સાબુમાં નવું કશુંજ નહોતું નવું રેપર અને નવો કલર રાખવામાં આવ્યો હતો. એવુંજ નયા રાહુલ ગાંધીના પ્રચારમાં છે.રાહુલ ગાંધી એક બુધ્ધિશાળી વ્યક્તિત્વ છે એવી છાપ ઉભી કરીને નયા રાહુલ ગાંધીની ઇમેજ તૈયાર કરાઇ રહી છે.

રાજનની વાત કરીએ તો રિઝર્વબેંકના વર્તમાન તેમજ ભૂ૨તપૂર્વ કોઇ ગવર્નરે અખબારોમાં સામે ચાલીને ઇન્ટરવ્યૂ આપવાની પ્રયાસ નથી કર્યા. જ્યારથી રાજને પદ છોડવું પડયું છે ત્યારથીતે ભારતના આર્થિક તંત્ર પર પોતાના ઓપિનીયન આપ્યા કરે છે. વારંવારના તેમના ઓપિનીયનના કારણે તેમની ઇમેજને ધક્કો પહોંચી રહ્યો છે.

રાજનનો ઇન્ટરવ્યૂ લેતા રાહુલ ગાંધીનો વિડીયો જોશો તો ખ્યાલ આવશે કે ઇન્ટરવ્યૂ લેનાર અને આપનાર બંને પોતાની ઇમેજ વધારવાના પ્રયાસ કરી રહ્યા છે. રાજન અમેરિકાની યુનિવર્સિટીમાં છે. પરંતુ તે વારંવાર ભારતના અર્થ તંત્ર પર બોલીને સમાચાર માધ્યમોમાં રહેવા પ્રયાસ કરે છે. આરબીઆઇના વર્તમાન ગવર્નર ભાગ્યેજ સમાચાર માધ્યમોમાં પોતાના ઓપીનિયન આપતા હોય છે જ્યારે રાજને સતત સમાચાર માધ્યમોમાં છવાઇ જવાના પ્રયાસ કર્યા છે.

વારંવાર પોતાના ઓપિનીયન આપવાની ટેવવાળા રાજને પોતાની ક્રેડીટ ગુમાવી દીધી છે. હવે જ્યારે રાજન રાહુલ ગાંધીના સોશ્યલ મિડીયા પરના પહેલા ટીચર બન્યા છે ત્યારે લોકોને હજુ આવા નવા વિડીયો જોવા મળશે. ખરેખર તોે આવા વિડીયો ના મુકવા જોઇએ કેમકે ઇન્ટરવ્યૂ આપનાર લાભ ઉઠાવતા હોય છે. એમ જાણવા મળ્યું છે કે હજુ આવા વિડીઓ આવશે. એક નોબલ પારિતોષિક વિજેતા પણ રાહુલને મદદ કરવાના છે.

રાષ્ટ્ર હીતના પ્રશ્નો પૂછવા હોય તો તે પ્રાઇવેટ રાખવા જોઇએ. ૪૯ વર્ષના રાહુલ ગાંધી કેટલો લાભ ઉઠાવે છે તે જોવાનું રહ્યું.

  • gujaratsamachar (Source)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here