ખાણ ખનીજ વિભાગે રૂ.25 લાખનો મુદ્દામાલ સિઝ કર્યો, બે ટ્રકમાંથી રેતી ચોરી ઝડપાઇ

અમરેલીના દેવળીયા પાસે અને શહેર નજીકથી ખાણ ખનીજની ટીમે બે ડમ્પર ચાલકને રેતી ચોરી કરતા ઝડપી લીધા હતા.  ખાણ ખનીજ તંત્રએ રૂપિયા 25 લાખનો મુદ્દામાલ સિઝ કર્યો હતો.

રેતી ચોરી કરી રહ્યો હોવાની બાતમી ખાણ ખનીજ વિભાગને મળી
દેશ કોરોના વાયરસની મહામારી થી ઝઝુમી રહ્યો છે. પણ અમરેલી જિલ્લામાં ભુમાફીઆઓ બેફામ બન્યા છે. પાછલા કેટલાક દિવસોમાં અમરેલી તાલુકા અને જિલ્લામાં રેતી ચોરીના બનાવો બની રહ્યા છે. ત્યારે અમરેલીના દેવળીયા નજીક એક ડમ્પર ચાલક વહેલી સવારે રેતી ચોરી કરી રહ્યો હોવાની બાતમી ખાણ ખનીજ વિભાગને મળી હતી. બાતમીના સ્થળ પર ખાણ ખનીજની ટીમ ત્રાટકી એક ડમ્પર ચાલકને ઝડપી લીધો હતો. તેમજ ખાણ ખનીજની ટીમ અમરેલી શહેર નજીકથી પણ એક ટ્રક ચાલકને રેતી ચોરી કરતા દબોચી લીધો હતો. બને બનાવોમાં ખાણ ખનીજે રૂપિયા 25 લાખનો મુદ્દામાલ સિઝ કર્યો હતો.

  • divyabhaskar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here