બાબરામાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ વનરાજ વાલેરાભાઈ વાળા અને તેના ભાઈ કૌશિકે સફાઈ કામદારોને નોકરીમાંથી છૂટા કરી દેવાની ધમકી આપી, તલવાર-લાકડી બતાવી કોલર પકડીને બહાર કાઢી મૂક્યા હતા.
સફાઈ કામદાર યુનિયન પ્રમુખ રમેશભાઈ છનાભાઇ વાડોદરા પોતાના સાથી સફાઈ કામદારોની બિનજરૂરી ગેરહાજરી મૂકવામાં આવ્યાની નગરપાલિકા ખાતે રજૂઆત કરવા ગયા ત્યારે નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ ને સારું નહીં. એટલે સફાઈ કામદારોને નોકરીમાંથી છૂટા કરવાની ધમકી આપી અને ત્યાં હાજર પ્રમુખ અને તેના નાનાભાઈ કૌશિકે એક દમ ઉશ્કેરાઈ જઈ લાકડી ,તલવાર સાથે રાખી સફાઈ કામદારોના કોલરો પકડીને એમને ઓફીસમાંથી બહાર કાઢી ગાળો આપી જ્ઞાતી પ્રત્યે હડધુત કર્યા હતા. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ આપવામાં આવતાં એસસી એસટી સેલ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મહિલા કામદારો વિશે પાલિકા પ્રમુખ બોલ્યા, ‘‘મારે તેમનું શું કામ છે. તેને પણ હું છૂટી કરી દઈશ
ગઈ કાલે આ ઘટના બની એના આગલા દિવસે એટલે કે તા.4ના સાંજે પાલિકા પ્રમુખ વનરાજભાઈએ યુનિયન પ્રમુખ રમેશભાઈને ઓફિસે 5 સફાઈ કામદારોની ગેરહાજરી બાબતે વાત કરવા બોલાવ્યા હતા. રમેશભાઈ એમના 4 સાથી સાથે પાલિકા કચેરીએ ગયા ત્યારે પાલિકા પ્રમુખે કહ્યું, ‘‘હું તમો 80 સફાઈ કામદારોને આજથી છૂટા કરું છું. અને નવા 20થી 25 વર્ષના છોકરાઓને હું સફાઈ કામદારો તરીકે નિમણૂક કરીશ.’’
યુનિયન પ્રમુખે કહ્યું,‘‘સફાઈ કામદાર તરીકે રહેલા 45 જેટલાં બહેનોનું શું કરશો?’’ જેના જવાબમાં પાલિકા પ્રમુખ બોલ્યા, ‘‘મારે તેમનું શું કામ છે. તેને પણ હું છૂટી કરી દઈશ.’’ એમ કહીને તેમણે યુનિયન પ્રમુખને વોર્નિંગ આપી, ‘‘મેં તમને જે સૂચના આપી તે મુજબ આવતીકાલે મીટીંગ કરીને દરેક સફાઈ કામદારને જણાવવું!’’
- Gujaratsamachar