અમરેલી: જિલ્લામાં છેલ્લા 21 કલાકથી વરસાદ યથાવત, ખેડૂત પુત્રોની ચિંતા વધી

  • 2 દિવસ સૌરાષ્ટ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા
  • વરસાદ સાથે ઠંડકનુ પ્રમાણ પણ વધ્યુ
  • શિયાળુ પાક અને પશુનો ઘાસ ચારો પલળી જતા બગડી ગયો

હવામાન વિભાગ દ્વારા 3 દિવસ સૌરાષ્ટ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાને લઈ ગઈકાલ સાંજથી અમરેલી જિલ્લામા ઝરમર વરસાદ શરૂ થયો છે. જેના કારણે ખેડૂતો પોતાના પાકને લઇને ચિંતામાં જોવા મળી રહ્યાં છે. તો વરસાદ સાથે ઠંડકનુ પ્રમાણ પણ વધ્યુ છે. જ્યારે કમોસમી વરસાદ ખેડૂતોની મુશ્કેલી વધી છે. મંગવાપાળ ગામમાં શિયાળુ પાક અને પશુનો ઘાસ ચારો પલળી જતા બગડી ગયો છે.

જિલ્લા 14 કલાકથી અવિરત ધીમી ધારે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. અમરેલીના વડીયા, ધારી, સાવરકુંડલા, ખાંભા,રાજુલા, જાફરાબાદ,પીપાવાવ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ પર પણ ધીમી ધારે વરસાદ યથાવત જોવા મળ્યો હતો. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાક જીરું, ચણા, ઘઉં, સહિત પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. જેના કારણે ખેડૂતોની ઊંઘ ઉડી ગઇ છે.

જિલ્લામા વહીવટી તંત્ર દ્વારા તમામ એપીએમસી સહિત ખેડૂતોને જરૂરી સૂચના અપાઈ હતી. ખેડૂતોના માલ સલામત જગ્યા પર રાખવા અપીલ કરાઇ હતી, જેના કારણે ઘણા અંશે ફાયદો પણ થયો છે.

Amreli CIty
Note: All copyright for this article belongs to the author of this article. Views expressed are personal to the author and do not represent the views of the website. In instances where no author is specifically mentioned, the same is the property of the website.