અમદાવાદ, તા. 15 સપ્ટેમ્બર,
2020, મંગળવાર
સાબરકાંઠા જિલ્લામાં તા.૧૫
સપ્ટેમ્બરના રોજ કોરોના પોઝેટીવનો આંક ૮૦૦ ને પાર કરી ૮૦૨ પર પહોંચી ગયો છે. દરમિયાન
જિલ્લામાં મંગળવારે હિંમતનગરમાં સાત તથા ઈડર, તલોદ અને ખેડબ્રહ્મામાં એક મળી કુલ ૧૦ નવા કેસ નોધાયા છે. સોમવારે સાંજે પાંચ
વાગ્યાથી મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધી જે નવા ૧૦ કેસ નોધાયા છે જેમાં હિંમતનગર
શહેર અને તાલુકાના છે. હિંમતનગરની બોમ્બે સોસાયટીમાં
૬૦ વર્ષિય મહિલા, સવગઢના તમન્ના બંગ્લોઝમાં ૬૬ વર્ષિય પુરૃષ,
સહકારી જીન વિસ્તારમાં આવેલા નૂતન સોસાયટીમાં ૬૭ વર્ષિય પુરૂષ,
મહાવીરનગરની મંગલમ સ્ટ્રીટમાં ૨૬ વર્ષિય પુરૂષ, ઝહીરાબાદમાં ૬૦ વર્ષિય પૂરૂષ, પોલોગ્રાઉન્ડના તબેલા વિસ્તારમાં
૪૩ વર્ષિય મહિલા તથા મહાવીરનગરમાં ૫૨ વર્ષિય પુરૂષ કોરોનાની ઝપેટે ચઢી ગયા છે.
તેજ પ્રમાણે ઈડર
તાલુકાના વડીયાવીર-ભાણપુર ગામના ૩૪ વર્ષિય પુરૂષ, તલોદના કેશવ બંગ્લોઝમાં ૫૩ વર્ષિય પુરૂષ તથા ખેડબ્રહ્મા
તાલુકાના દેલવાડા કંપામાં રહેતા ૪૭ વર્ષિય પુરૂષનો કોવિડ-૧૯ નો રીપોર્ટ પોઝેટીવ
આવ્યો છે. જોવા જઈએ તો મંગળવાર સુધીમાં
જિલ્લામાં નોધાયેલા કોરોના પોઝેટીવના ૮૦૨ કેસ પૈકી ૬૯૫ ને ડીસ્ચાર્જ અપાયા છે અને
હાલ ૯૮ કેસ એક્ટીવ છે.
Source link Gujarat Samachar