સુરત: 17 દિવસની સારવારમાં 14 દિવસ ઓક્સિજન પર રહીને કોરોના મ્હાત આપી વયોવૃદ્ધા સ્વગૃહે પરત ફર્યો

 

સુરત, તા. 15 સપ્ટેમ્બર 2020, મંગળવાર

નવી સિવીલ હોસ્પિટલ ખાતે કોવિડ વોર્ડમાં દાખલ દર્દી 72 વર્ષીય વયોવૃદ્ધાને શ્વાસની સમસ્યા હોવાથી ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા, પરંતુ ડોકટરોના પરિશ્રમ અને સઘન સારવારે કોરોનામુક્ત થયા છે.

નવસારી બજારમાં ઢબુવાલાની ગલીમાં રહેતા 72 વર્ષીય ભારતીબેન ચપટવાલાને ગત તા.24 ઓગસ્ટે કોરોનાના લક્ષણો જણાતાં ફેમિલી ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી હતી. ડોક્ટરે હોમ આઈસોલેટ થવાની સલાહ આપી હતી, ગત તારીખ 25 ઓગસ્ટના રોજ સવારે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. જેથી પરિવારજનોએ તેમને સિવિલ હોસ્પિટલમાં લાવી દાખલ કરી હતી. જ્યાં મને ઓક્સિજન સપોર્ટ ઉપર રાખવામાં આવી હતી. 17 દિવસની સારવારમાં 14 દિવસ ઓક્સિજન પર રહીને કોરોના પર વિજય મેળવ્યો છે તા.10મી સપ્ટેમ્બરે ભારતીબેનને રજા આપવામાં આવી હતી.

ભારતીબેનને જણાવ્યું કે, મને હોસ્પિટલના નામથી ડર લાગતો હતો. જેથી મને સિવિલમાં દાખલ કરવામાં આવી ત્યારે જીવવાની આશા છોડી દીધી હતી અને માનસિક રીતે ભાગી પડી હતી. પરંતુ જ્યારે સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સ, સફાઈ કર્મચારી મારી પાસે આવી મારી તબીયત વિશે પૂછતાં અને મને આશ્વાસન આપતા કે સારા થઈ જલ્દી ઘરે જશો. ત્યારે મને હોસ્પિટલ નહિ પણ ઘર જેવું વાતાવરણ લાગ્યું હતું અને કોરોના સામે લડવાની હિંમત આવી હતી.

Source link Gujarat Samachar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here