સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોનાના 139 દર્દીઓની હાલત ગંભીર

સુરત, તા. 17 સપ્ટેમ્બર 2020 ગુરૂવાર

સુરતમાં કોરોના થંભવાનું નામ લેતો નથી. આવા સંજોગોના લીધે ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં ધીરેધીરે ઘટાડો થઈ રહ્યો છે. સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં આજરોજ 143 દર્દી કોઈ જાતનો થાય કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 83 દર્દીઓની હાલત ગંભીર છે જેમાં 6 વેન્ટિલેટર, 22 બાઈપેપ અને 55 દર્દીઓ ઓક્સિજન પર છે.

જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ 64 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 56 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 8 વેન્ટિલેટર, 20 બાઈપેપ અને 28 દર્દીઓ ઓક્સિજન પર છે. જેથી બંને હોસ્પિટલ ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ સહિતની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.Source link Gujarat Samachar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here