સુરતના ઉમરા ગામમાં સગા માસાએ તરૂણી સાથે અશ્લીલ હરકતો કરી ગુપ્તાંગ બતાવ્યું

સુરત, તા. 17 સપ્ટેમ્બર 2020 ગુરૂવાર

ઉમરા ગામ વિસ્તારમાં રહેતા માયાબેન (ઉ.વ. 35 નામ બદલ્યું છે) ના પતિનું મૃત્યુ થયા બાદ હાલમાં પરિવારની સંમતિથી લલીત (નામ બદલ્યું છે) સાથે રહે છે. 

બે દિવસ અગાઉ માયાની પુત્રી સંગીતા (ઉ.વ. 17 નામ બદલ્યું છે) ઘરમાં એકલી હતી ત્યારે તેના માસા પ્રકાશ વસાવા (રહે. નેહરૂ નગર, સરગમ શોપીંગ સેન્ટરની પાછળ, ઉમરા) ઘરમાં ઘુસી ગયો હતો. 

સંગીતા ઘરકામ કરી રહી હતી ત્યારે પાછળથી પકડી લઇ અશ્લીલ હરકતો કરતા તે ડરી ગઇ હતી અને ઘરની પાછળ વાડામાં વાસણ ધોવા ચાલી ગઇ હતી. પરંતુ પ્રકાશ ત્યાં પણ પહોંચી ગયો હતો અને પેન્ટ ઉતારી પોતાનું ગુપ્તાંગ બતાવ્યું હતું. 

છેલ્લા બે વર્ષથી સગા માસા પ્રકાશની અશ્લીલ હરકતોથી કંટાળી છેવટે આ અંગેની જાણ સંગીતાએ માતા-પિતાને કરતા તેઓ ચોંકી ગયા હતા અને નરાધમ પ્રકાશ વિરૂધ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. Source link Gujarat Samachar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here