શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો

12/09/20 ના રોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ શિક્ષક સેલ ના સયુક્ત ઉપક્રમે સાંજે 4 કલાકે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક વિભાગ ના કુલ 15 શિક્ષક ભાઈ બહેન નું શાલ સન્માન પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમ માં અધ્યક્ષ તરીકે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અર્જુન સોસા નગર પ્રાથમિક શિક્ષક સમિતિ ના ચેરમેન જે પી સોજીત્રા માર્કેટ યાર્ડ ના ચેરમેન મોહનભાઇ નાકરાણી તા.ખ.વે.સ.ના પ્રમુખ દળસુખ દૂધાત શહેર કોંગ્રેસ પ્રમુખ લલિત ઠૂમ્મર અમરેલી તા.કોંગ્રેસ પ્રમુખ મનીષ ભાઈ ભંડેરી નાગર પાલિકા વિરોધ પક્ષ ના નેતા સંદીપભાઈ ધાનાણી કોર્પોરેટર અને મહિલા કોંગ્રેસ ના પ્રદેશ નેતા હંસાબેન જોશી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ પરેશભાઈ ભુવા જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન દિનેશભાઇ ભંડેરી તા.કોંગ્રેસ મહા મંત્રી વિપુલભાઈ પોકીયા જિલ્લા કોંગ્રેસ મહા મંત્રી જમાલભાઈ મોગલ તથા જનક ભાઈ પંડ્યા વસંતભાઇ કાબરીયા ઑ.બી.સી.સેલ ના પ્રમુખ નારણ ભાઈ મકવાણા ન.પા.સદસ્ય ચંદુભાઈ બારૈયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા
સમાજ ઉમદા ઘડતર માટે શિક્ષકો ને બિરદાવી ને રાષ્ટ્ર નિર્માણ ના ધરોહર માટે સન્માનીત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લા શી.સેલ ના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ અને વિક્રમભાઈ માંજરીયા એ જહેમત ઉઠાવેલ કાર્યક્રમ નું સંચાલન જિલ્લા શિક્ષક સંઘ ના પ્રમુખ પ્રમુખભાઇ વસરા એ કર્યું હતું

Source link: Citywatch News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here