વડોદરા હાઇવે પર આખી રાત વાહનો મહિલાના મૃતદેહ પરથી પસાર થતાં રહ્યાં

 

વડોદરા, તા.15 સપ્ટેમ્બર 2020, મંગળવાર

હાઇવે ઉપર એક વાહન અડફેટે આવી જતાં એક મહિલાનું મોત નીપજયું હતું. અકસ્માત બાદ રાત્રે અનેક વાહનો તેમની લાશ ઉપરથી ફરીવળતાં મહિલાના શરીરનો કૂચો થઇ ગયો હતો. હરણી પોલીસે આ અંગે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ સાપરાધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અંગે પોલીસ સૂત્રા પાસેથી મળેલી વિગતો અનુસાર નેશનલ હાઈવે નં. 48 ગોલ્ડન ચોકડી પાસે અમદાવાદ તરફ જતા રોડ ઉપર ગઈકાલે મોડીરાત્રે અંદાજિત 40 વર્ષીય મહિલાને કોઈ વાહને ટક્કર મારતા તેમનું રોડ ઉપર પડી જતા ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. મોડીરાત હોવાથી રોડ ઉપર પડેલી લાશ ઉપરથી કેટલાય વાહનો ફરી જતા લાશનો કુરચો બોલી ગયો હતો. આ ઘટનાની જાણ હરણી પોલીસને થતા ઈસ્માઈલભાઈ મુસાભાઇ સ્થળ પર દોડી ગયા હતા અને લાશને સાવર ( એક પ્રકારનો પાવડો ) ની મદદથી એકત્રિત કરી મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો.

ઘટના સ્થળેથી મળી આવેલ રાજપીપળાના વીજ બિલના આધારે તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું હતું કે, મૃતક અગાઉ તેમના ઘરે ભાડેથી રહેતા હતા પરંતુ ઓળખ છતી થઇ ન હતી. હરણી પોલીસે આ અંગે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ સાપરાધ હત્યાના કાગળો તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Source link Gujarat Samachar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here