વડોદરાના રેસકોર્સ પાસે ભૂવો પડતા બસ ફસાઈ

 

વડોદરા, તા.15 સપ્ટેમ્બર 2020, મંગળવાર

વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની કોલ અવારનવાર ખુલી રહી છે. શહેરમાં ઠેર- ઠેર ભૂવા પડી રહ્યા છે ત્યારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે.

વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે ડ્રેનેજની કામગીરી થયા બાદ રોડ બનાવવામાં આવ્યો હતો. આ કામગીરીમાં હલકી કક્ષાની કામગીરી થઇ હોવાનું બહાર આવ્યું છે. આજે વહેલી સવારે એક ખાનગી લક્સરી બસ ભુવામાં ગરકાવ થઈ ગઈ હતી.

ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીને લઈ જવા માટે ઊભેલી બસ ચકલી સર્કલ પાસે અચાનક જ ખાડામાં ખાબકી હતી.

પાલિકાના ભષ્ટ્ર અધિકારીઓના ભ્રષ્ટાચાર આચરેલા રોડમાં એક બસનું વજન પણ સહન નહિ કરી શકતા બસના બે પૈડાં ફસાઈ ગયા હતા.

Source link Gujarat Samachar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here