વડોદરાથી કલકત્તા સીધી વિમાની સેવાનો આજથી પ્રારંભ: અઠવાડિયામાં ત્રણ દિવસ કલકત્તા ફ્લાઇટ જશે

 

વડોદરા, તા. 15 સપ્ટેમ્બર 2020, મંગળવાર

વડોદરા એરપોર્ટ પરથી મંગળવારે વધુ એક ફલાઈટનો પ્રારંભ થયો છે. આ ફ્લાઇટ વડોદરાથી ડાયરેક્ટ કોલકત્તા જશે. ખાનગી એરલાઈન્સ દ્વારા શરૂ કરવામાં આવેલી આ ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળ ગુરુ અને શનિવારે ઉડાન ભરશે.

કોલકત્તાથી આ ફ્લાઇટ સવારે 7 વાગે ટેકઓફ કરશે અને 9.40 વાગે વડોદરા લેન્ડ કરશે તે રીતે વડોદરાથી સવારે 10.10 વાગે ટેક ઓફ કરશે. અત્રે,ઉલ્લેખનીય છે કે કોલકત્તા લેન્ડ કરશે. વડોદરાથી હાલમાં મુંબઈની એક ડેલી ફ્લાઇટ છે તો દિલ્હીની એક ફ્લાઈટ ડેઇલી છે. જ્યારે બીજી ફ્લાઇટો અઠવાડિયામાં ત્રણ દિવસ જઈ રહી છે. આ ઉપરાંત બેંગલુરુ અને હૈદરાબાદની ફ્લાઇટની પણ અઠવાડિયામાં ત્રણ વખત જાય છે.

આજે શરૂ થયેલી કલકત્તા ફ્લાઇટ અંગે એરપોર્ટ ઓથોરિટીના મેનેજરે જણાવ્યું હતું કે આ ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળવાર ગુરુવાર અને શનિવારે વડોદરાથી જશે.આજે પ્રથમ દિવસે 34 મુસાફરોએ લાભ લિધો છે.

Source link Gujarat Samachar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here