લીલીયા ગામે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર નાં ગંદા પાણીના પ્રશ્ન બાબતે આવતી કાલે પ્રતીક ઉપવાસ પર ધારાસભ્ય પ્રતાપ દુધાત કરશે.

પોતાના મતવિસ્તાર લીલીયા તાલુકાના લીલીયા છેલ્લા ઘણા સમયથી આ ગામે આવેલ ભૂગર્ભ ગટર નાં ગંદા પાણી જાહેર રોડ,તેમજ લોકોના ઘરની ગટર કુંડી માં ગંદા પાણી ઉભરાવાના કારણે લોકોને આરોગ્ય માટે મોટો ખતરો ઉભો થવા પામેલ છે, અને લીલીયા તાલુકાનું લીલીયા ગામ મોટું હોય અને મેઈન બજારો આવેલ હોવાથી આ લીલીયા તાલુકાના ૩૭ જેટલા ગામોનું ખરીદી નું મુખ્ય સ્થાન છે, પરંતુ આ ભૂગર્ભ ગટર  ના કાયમી સફાઈ કામ ન થવાના અભાવે ગામ લોકો પર આરોગ્ય અને સુખાકારી નો ખતરો મંડરાયેલ  છે, આ ભૂગર્ભ ગટર ના ગંદા પાણી લીલીયા શહેર નાં જાહેર રોડ પર વહી રહેલ છે, હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે, તેમ છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ દરકાર કરેલ નથી. જેના કારણે લોકો, આમ રાહદારીઓ, અને પ્રજાજનોને આરોગ્ય માટેનું જોખમ ઉભું થવા પામે તેમ હોય, આ પ્રશ્ન અંગે તાકીદ સાફ સફાઈ કરાવીને ભૂગર્ભ ગટર નાં ગંદા પાણી નો તા ૧૫/૦૯/૨૦૨૦ સત્વરે નિકાલ કરવામાં નહી આવેતો તારીખ ૧૬/૦૯/૨૦૨૦ નાં રોજ એક દિવસીય પ્રતિક ઉપવાસ પર બેસવાની ફરજ પડશે તેવી અંતમાં ચીમકી ઉછારેલ હતી તેમ છતાં તંત્ર દ્વારા આ પ્રશ્ન અંગે કોઈપણ જાતની કાર્યવાહી નહી કરતા હાલ કોરોના ની મહામારી વચ્ચે સરકાર શ્રીની ગાઈડલાઈન્સ મુજબ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત એકલા મામલતદાર શ્રી લીલીયા ની કચેરી સામે ધરણા કરશે, અને વેપારી આલમ પોત પોતાની દુકાનો બંધ રાખી દુકાનો પરજ કાળી પટ્ટી બાંધી મૌન પાળીને એક દિવસીય ધરણા કરશે. તેમજ લીલીયા ગ્રામ જનો પોતપોતાના ઘરે રહી કાળી પટ્ટી બાંધી ને પોતાની નારાજગી વ્યકત કરશે,

Source link: Citywatch News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here