લીલીયા મોટા ભુગર્ભ ગટરનાં પાણી નાવલી બજારમાં ફરી વળતા ગામજનો અને વેપારીઓમાં રાજકીય આગેવાનો સામે નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકીય આગેવાનો એકબીજા પર આક્ષેપ કરીને જવાબદારીથી હાથ ધોઈ રહૃાા હોય જનતા બધો તમાશો સમજી રહી છે.
લીલીયા મોટાની મુખ્ય બજાર ગણાતી નાવલી બજારમાં ભુગર્ભ ગટરનાં ગંધાતા પાણી માર્ગ પર ફરી વળતાં વેપારીઓ અને ગામજનો ત્રાહીમામ પોકારી ચુકયા છે. લીલીયા મોટા ખાતે આજથી 8-10 વર્ષ પહેલા જયારે ભુગર્ભ ગટરની કામગીરી ચાલતી હતી ત્યારે ભભઅમરેલી એકસપ્રેસભભમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવા અંગે વારંવાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને ત્યારે સત્તાધારી પક્ષનાં આગેવાનોમાં વિકાસનો નશો જોવા મળતો હતો. કોઈ તપાસ કરવામાં જ ન આવી.
લીલીયા મોટા ગામમાંજયારથી ભુગર્ભ ગટર બની છે ત્યારથી સમસ્યાઓ વધતી રહી છે. છતાં પણ રાજય સરકાર કે વિપક્ષી ધારાસભ્ય દ્વારા કોઈ નકકર કામગીરી કરવામાં આવતી નથી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજયનાં નાના-મોટા શહેરોમાં અબજો રૂપિયાનાં ખર્ચે ભુગર્ભ ગટર કાર્યરત કરવામાં આવી છે. લગભગ તમામ નાના-મોટા ગામમાંથી એક સરખી જ ફરિયાદ સામે આવતી હોય તમામ જવાબદારી રાજય સરકારની સાબિતી થાય છે તેમાં કોઈ શંકા નથી.
Source: Sanj Samachar