રાજ્યમાં કોરોનાથી સ્થિતી સ્ફોટક, આજે 1349 પોઝિટિવ કેસ, 17 નાં મોત, રિકવરી રેટ 83.12%

 

ગાંધીનગર, 15 સપ્ટેમ્બર 2020 મંગળવાર

રાજ્યમાં કોરોનાથી પરિસ્થિતી સ્ફોટક બનતી જાય છે. આજે કોરોનાનાં 1349 દર્દીઓ નોંધાયા, જ્યારે કુલ 17 દર્દીઓનાં મોત નિપજ્યાં છે, તો બીજી તરફ 1444 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 96709 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે.

આજે રાજ્યમાં કુલ 78,182 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 34,38,500 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1349 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1444 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 96,709 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 83.12% ટકા છે.

રાજ્યનાં વિવિધ જીલ્લાઓમાં આજે નોંધાયેલા કોરોનાનાં પોઝિટિવ કેસોની સંખ્યા આ પ્રમાણે છે, સુરત કોર્પોરેશન 173, અમદાવાદ કોર્પોરેશન 152, સુરત 104, જામનગર કોર્પોરેશન 102, રાજકોટ કોપોરેશન 94, ર્ડોદરા કોર્પોરેશન 89, મહેસાણા 49, રાજકોટ 47, પાટણ 45, વડોદરા 40, અમરેલી 30, પંચમહાલ 29, મોરબી 28, ભાવનગર કોર્પોરેશન 25, ગાંધીનગર 25, બનાસકાંઠા 24, જામનગર 21, અમદાવાદ 20, કચ્છ 19, મહીસાગર 19, ગાંધીનગર કોર્પોરેશન 18, જુનાગઢ 18, સુરેન્દ્રનગર 18, દાહોદ 17, જુનાગઢ કોર્પોરેશન 17, ભરૂચ 16, ગીર સોમનાથ 14, ભાવનગર 13, બોટાદ 12, ખેડા 10, સાબરકાંઠા 10, નર્મદા 9, નવસારી 9, વલસાડ 7, આણંદ 6, પોરબંદર 5, છોટા ઉદેપુર 4, દેવભૂમિ દ્વારકા 4, તાપી 4, ડાંગ 2, અરવલ્લી 1 કેસો મળી કુલ 1349 કેસો નોંધાયા છે.

રાજ્યામાં આજે કોરોના વાયરસથી મોતને ભેટેલા દર્દીઓ પૈકીનાંમાં, અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરતમાં 4, જામનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 1, જામનગર 1, મહીસાગર1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1, વડોદરા 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 સહિત કુલ 17 દર્દીઓનાં મોત નિપજ્યાં છે.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16389 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 96 છે. જ્યારે 16293 લોકો સ્ટેબલ છે. 96709 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3247 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 7,43,429 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

જે પૈકી 7,42,928 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 501 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Source link Gujarat Samachar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here