રાજુલા16 કલાક પહેલા
- કૉપી લિંક

વરસાદ પડતા રો-મટીરિયલ પલળી ગયું
- મહિલા પ્રમુખ દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરાઇ
- કામ શરૂ નહી તો આંદોલન
રાજુલામા ધારનાથ સોસાયટીમા પાલિકા દ્વારા પાછલા બે માસથી અધુરા પડેલા માર્ગમા આજે ભારે વરસાદ પડતા પાણી ભરાતા રહિશો પરેશાન થઇ ગયા હતા. આ પ્રશ્ને મહિલા આગેવાન દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી.
મહિલા પ્રમુખ ભાવનાબેન બાંભણીયા દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને સોસાયટીના રહિશો વતી કરાયેલી રજુઆતમા જણાવ્યું હતુ કે ધારનાથ સોસાયટીમા પાલિકા દ્વારા બે માસથી રસ્તો નવો બનાવવાની કામગીરી શરૂ છે. જો કે આ માર્ગનુ કામ હજુ પણ અધુરૂ હોય આજે અહી પડેલા ભારે વરસાદથી માર્ગ પર પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે રહિશોને અહીથી પસાર થવામા પણ મુશ્કેલી પડી રહી હતી.તેમણે રજુઆતમા એમપણ જણાવ્યું હતુ કે આ અધુરા પડેલા માર્ગનુ કામ તાકિદે શરૂ કરવામા નહી આવે તો આગામી દિવસોમા રહિશો આંદોલન કરશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામા આવી હતી.
0
Source link: Divya Bhaskar