અમરેલી તા.9
રાજુલાના વાવેરા ગામે રહેતા બાઇક ચાલકને ડુંગર રોડ પર બે અજાણ્યા શખ્સોએ ઝાપટ મારી મોબાઇલ-બાઇક લૂંટી લીધાની ફરિયાદ આધારે પોલીસે એકની અટકાયત કરી છે.
આ લૂંટના બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રાજુલાના વાવેરા ગામે રહેતા રસુલશા અલ્લારખાશા રફાઇ પોતાના બાઇક પર રાજુલા આઇટીઆઇ બાજુ જતા હતા ત્યારે રાજુલા રેલવે સ્ટેશન પાસે બે અજાણ્યા શખ્સોએ આઇટીઆઇ લઇ જવાનું કહેતા બાઇકમાં બેસાડયા હતા. ત્યારે ડુંગર રોડ પર બંનેને ઉતારતા બંનેએ બાઇકની ચાવી અને મોબાઇલ ઝુંટવી ધક્કો મારી પછાડી ઝાપટો મારી લૂંટ ચલાવી નાશી જતા રસુલશાએ રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પો.ઇન્સ. આર.એમ.ઝાલાએ આરોપી નાગજી કમા બાબરીયાની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.
કેબલ વાયરની ચોરી
અમરેલીનાં જેશીંગપરામાં રહેતા અને ખેતીકામ કરતાં નરેશભાઈ નાગજીભાઈ નસીત નામનાં ખેડૂતની ગાવડકા ગામની સીમમાં આવેલ વાડીમાંથી કોઈ અજાણ્યા તસ્કર જમીનમાં દાટેલ 120 ફૂટ કેબલ વાયર કિંમત રૂા. 2 હજારનો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાંનોંધાઈ છે.
મારામારી
રાજુલા તાલુકાનાં કોટડી કાળુકી ગામે રહેતા અને ખેતીકામ કરતાં પુનાભાઈ રણછોડભાઈ સાંખટ નામનાં 45 વર્ષીય ખેતીના શેઢા પડોશી લાખાભાઈ રણછોડભાઈ મકવાણાની વાડી નિંચાણવાળા ભાગમાં હોય. જેથી પુનાભાઈની વાડીનું પાણી લાખાભાઈની વાડીમાં જતું હોય તે બાબતે મનદુ:ખ ચાલતું હોય તેથી ઉશ્કેરાઈજઈ લાખાભાઈએ ખરપીયા વડે હુમલો કરી ગંભીર ઈજા કર્યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.
વ્યાજખોરોની બળજબરી
મહુવા ગામે રહેતા બીજલભાઈ હીરાભાઈ ગોહિલ નામનાં પપ વર્ષીય રીક્ષા ચાલકે અગાઉ રાજુલા તાલુકાનાં વાવેરા ગામે રહેતા ભરતભાઈ વલકુભાઈ ધાખડા પાસેથી રૂા. 40 હજાર રૂપિયા 5 ટકાનાં વ્યાજે લીધા હતા. તે વ્યાજનાં પૈસાની ઉઘરાણી કરી રીક્ષાચાલક પાસે રકમની સગવડ ન થતાં તેમની માલીકીની ઓટો રીક્ષા નં. જી.જે.-23-ઝેડ 7133 કિંમત રૂા. 30 હજારની ભરતભાઈ ધાખડાએ બળજબરીથી લઈ લીધાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.
Source: Sanj Samachar