મોદી સરકાર 20 સરકારી કંપનીઓમાં હિસ્સો વેચશે, જ્યારે 6 PSUને મારશે તાળું

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર 2020 સોમવાર 

કેન્દ્ર સરકારે કહ્યું કે તે 20 સરકારી કંપનીઓ (CPSEs) અને તેના એકમોનો હિસ્સો વેચી રહી છે, જ્યારે 6 એકમને બંધ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે, નાણા મંત્રાલયનાં રાજ્ય કક્ષાનાં અનુરાગ ઠાકુરે સોમવારે લોકસભામાં પુછવામાં આવેલા એક સવાલનાં લેખિત જવાબમાં આ વાત કહીં, તેમણે કહ્યું કે સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ માટે સ્ટ્રેટેજીક હિસ્સો વેચવાની નિતીનું પાલન કરે છે.

અનુરાગ ઠાકુરે કહ્યું, “નિતી આયોગ દ્વારા નિર્ધારિત કરાયેલા માપદંડના આધારે સરકારે 2016 થી 34 મામલામાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટની મંજૂરી આપી દીધી છે. તેમાંથી 8માં ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી ચુકી છે. 6 CPSEsને બંધ કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે તથા અન્ય 20માં પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં છે.”

સરકાર જે કંપનીઓને બંધ કરવાની વિચારણા કરી રહી છે તેમાં હિન્દુસ્તાન ફ્લોરોકાર્બન લિમિટેડ ((HFL), સ્કૂટર્સ ઇન્ડિયા, ભારત પંપ્સ એન્ડ કોમ્પ્રેશર્સ લિમિટેડ, હિન્દુસ્તાન પ્રિફેબ, હિન્દુસ્તાન ન્યૂઝપ્રિન્ટ અને કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્ટૂકિલ્સ લિમિટેડનો સમાવેશ થાય છે.

જે કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા વિવિધ તબક્કામાં છે તે છે પ્રોજેક્ટ અને ડેવલપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ, એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ (ઇન્ડિયા) લિમિટેડ, બ્રિજ એન્ડ રૂફ કો ઇન્ડિયા લિમિટેડ, યુનિટ્સ ઓફ સિમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (સીસીઆઈ), સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ,ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (બીઇએમએલ) ફેરો સ્ક્રેપ નિગમ લિમિટેડ, નાગરનર સ્ટીલ પ્લાન્ટ, એલોય સ્ટીલ પ્લાન્ટ, દુર્ગાપુર; સાલેમ સ્ટીમ પ્લાન્ટ; સેલનાં ભદ્રાવતી એકમો, પવન હંસ, એર ઇન્ડિયા અને તેની પાંચ સબસિડિયરી કંપનીઓ અને સંયુક્ત વેન્ચર.

આ ઉપરાંત એચએલએલ લાઇફ કેર લિમિટેડ, ઇન્ડિયન મેડિસિન એન્ડ ફાર્માસ્યુટિકલ્સ કોર્પોરેશન લિમિટેડ, ભારતીય પ્રવાસન વિકાસ નિગમ (આઈટીડીસી), હિન્દુસ્તાન એન્ટિબાયોટિક્સ, બંગાળ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ, ભારત પેટ્રોલિયમ લિમિટેડ, નુમાલિગઢ રિફાઇનરી લિમિટેડમાં બીપીસીએલનો હિસ્સો, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા,અને નીલાંચલ ઇસ્પાત લિ.માં વ્યૂહાત્મક વેચાણની પ્રક્રિયા ચાલી રહી છે.

જે કંપનીઓમાં વ્યૂહાત્મક હિસ્સો વેચવામાં આવ્યો છે તેમાં એચપીસીએલ, આરઈસી, હોસ્પિટલ સર્વિસિસ કન્સલ્ટન્સી, નેશનલ પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન, ડ્રેજીંગ કોર્પોરેશન, ટીએચડીસી ઇન્ડિયા લિમિટેડ, નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ અને કામરાજાર પોર્ટનો સમાવેશ થાય છે.Source link: Gujarat Samachar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here