શિશુવિહાર દ્વારા ૧૦૦ વિધાર્થીઓને શૈક્ષણિક સાધન સહાય વિતરણ કાર્યક્રમ શિશુ વિહાર પ્રાંગણમાં યોજાયો ગયો. સર્વ પિતૃ શ્રાદ્ધ પ્રસંગે સોશ્યલ ડિસ્ટંન્સિંગ તથા માસ્કની પૂરતી કાળજી સાથે તારીખ ૧૭ સપ્ટેમ્બરે સંસ્થાના ઉપ પ્રમુખ શ્રી રાજેન્દ્ર ભાઈ દવે, ટ્રસ્ટી શ્રી હરીશ ભાઈ ભટ્ટ તેમજ શ્રી રાઘવજી ભાઈ પટેલ , નરેન્દ્ર ભાઈ પ્રજાપતિ તથા માનવ કલ્યાણ ટ્રસ્ટની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રવૃત્તિ ઉત્સવ પ્રસંગે કલાસંઘનાં સંયોજન થી યોજાયેલ ચિત્ર સ્પર્ધાનાં ઉત્તમ ૧૨ કલાકારોને શૈક્ષણિક સાધનનું વિતરણ કરવામાં આવેલ. તેમ કોરોના વોરીયસૅ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવેલ શિશુવિહાર સંસ્થાની કાર્યકરોની ટિમનાં સંયોજન તેમજ ઉપસ્થિત ૧૨ દાતાશ્રી અનન્ય સહકાર થી ૧૧ માં વર્ષે યોજાયેલ સમારોહનું સંકલન શ્રી અંકિતા બહેન ભટ્ટે કરેલું. જ્યારે શ્રમિક પરિવારોને સતત ૧૦ મી વાર અનાજ સહાય કરનાર શ્રી ધીરજલાલ પી દેસાઈ તેમજ ભોજન સુવિધા વિસ્તારનાર શ્રી ઉષાબહેન ચંદ્રવદનભાઈ શાહ પરિવાર સાથે ઉપસ્થિત તમામ દાતાનો આભાર શ્રી હિનાબહેન ભટ્ટે વ્યકત કરી સહુને ભોજન માટે આમંત્રિત કરેલ.
Source link: Citywatch News