ભાવનગર જિલ્લામા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ, મુખ્યમંત્રીદ્વારા યોજનાનુ ઇ લોન્ચિગ કરાયુ

જિલ્લાના ૧૨ સખીમંડળોને રૂ.૧૨ લાખના ધિરાણ મંજૂરીપત્રો એનાયત કરાયા જિલ્લાની વિવિધ ૭ બેન્કો સાથે એમ.ઓ.યુ. કરવામા આવ્યા

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મ દિવસે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી
વિજયભાઈ રૂપાણીએ મહિલા અને બાળ કલ્યાણ રાજયમંત્રી સુ વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી મહિલા
ઉત્કર્ષ યોજનાનો ઈ-શુભારંભ કરવ્યો હતો. આ યોજના હેઠળ એક લાખ જેટલા મહિલા સ્વસહાયતા જૂથોને પ્રત્યેકને
રૂ.એક લાખનું આર્થિક ધિરાણ આજીવિકામાં વધારો કરતી પ્રવૃત્તિઓ માટે આપીને, આ જૂથો સાથે સંકળાયેલી ૧૦ લાખ
મહિલાઓને નવ સશક્તિકરણ માટે સક્ષમ બનાવવાનો છે. આ ધિરાણનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવે તે સહિત વિવિધ
લાભદાયક અને પ્રોત્સાહક જોગવાઈઓ આ યોજનામાં છે.
આ પ્રસંગે પુર્વ મેયર શ્રીમતિ નીમુબેન બાંભણીયા, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન શ્રી યુવરાજસિંહ ગોહિલ તથા પુર્વ
ધારાસભ્ય  ભાવનાબેન મકવાણાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતની મહિલાશકિતને
આત્મનિર્ભર પગભર સ્વાવલંબી થવાના નવા દ્વાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખોલી આપ્યા છે. રાજ્યમાં
પ્રથમ વાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને ૧૦ લાખથી વધુ માતાઓ બહેનોને ઝીરો ટકા વ્યાજે લોન
ધિરાણ અપાશે. કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા શક્તિ-માતા બહેનોની
આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખૂલશે. તેમણે ઉમેર્યુ કે, મહિલાઓ એ આજે તમામ ક્ષેત્રોમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે.
તેમણે મહિલા કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી મહિલાલક્ષી યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ
લેવા જણાવ્યું હતું.
ભાવનગર ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે
સ્વસહાય જૂથની ૧૨ મહિલાઓને રૂ.૧૨ લાખના ધિરાણ મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલાઓને
ધિરાણ માટે જિલ્લાની વિવિધ ૭ બેન્કો, સહકારી મંડળીઓ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રી
વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી મહિલાઓને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
આ યોજનાનો રાજ્યના એક લાખ મહિલા જૂથની કુલ ૧૦ લાખ માતા-બહેનોને મળશે. અને કુલ ૧,૦૦૦ કરોડ
સુધીનું ધિરાણ મહિલા જૂથોને આપવામાં આવશે. બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી

સ્ટેમ્પ ડ્યુટીમાં માફી પણ અપાશે. મહિલા જૂથ દીઠ રૂ.એક લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો,
આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મહિલાઓને આપવામાં આવશે.
આ યોજના હેઠળ પ્રત્યેક માતા-બહેનોને પોતાનો નાનો મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે
લોન ધિરાણ મળી રહેશે અને કોરોના પછીની સ્થિતિમાં માતા-બહેનોને ઘર પરિવારનો આર્થિક આધાર બનવા નાના
માણસની મોટી લોનનો મુખ્યમંત્રીનો ધ્યેય સાકાર થશે. આ યોજના હેઠળ મુખ્યમંત્રી એ રૂ.૧૭૫ કરોડનું બજેટ
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે ફાળવ્યું છે.
રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોની ૫૦ હજાર અને શહેરી ક્ષેત્રની ૫૦ હજાર મળી કુલ એક લાખ મહિલા જૂથોને મુખ્યમંત્રી
મહિલા ઉત્કર્ષ યોજનામાં આવરી લેવાનો મુખ્યમંત્રીએ સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે.
રાજ્યની લાખો બહેનોના આત્મનિર્ભરતાના સ્વમાનભેર જીવવાના સપના-અરમાન પાર પાડવામાં મુખ્યમંત્રી મહિલા
ઉત્કર્ષ યોજના ઉદીપક બનશે.
કાર્યક્રમના પ્રારંભે મહાનગરપાલિકા કમિશ્નર  એમ.એ.ગાંધી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરવામા
આવ્યુ હતુ.
આ પ્રસંગે મેયર  મનહરભાઈ મોરી, જિલ્લા પંચાયતના પ્રમુખ  વક્તુબેન મકવાણા, ડેપ્યુટી મેયર
અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન  યુવરાજસિંહ ગોહિલ, પુર્વ મેયર  નીમુબેન બાંભણીયા, પુર્વ
ધારાસભ્ય  ભાવનાબેન મકવાણા, આરોગ્ય સમિતી ચેરમેન  રાજુભાઈ રાબડિયા, મહાનગરપાલિકા કમિશ્નર
એમ.એ.ગાંધી, રિજિયોનલ મ્યુનિસિપલ પમિશ્નર  નિર્ગુડે, સીટી એન્જીનિયર  ચંદારાણા સહિતના વિવિધ બેન્કોના
પ્રતિનિધિઓ, અધિકારીઓ અને મહિલાઓ હાજર રહી હતી.

Source link: Citywatch News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here