બગસરાના પીઠડીયામાં સંકટ દૂર કરવા તાંત્રિક વિધિના બહાને ખેડૂત પાસેથી 24.80 લાખ પડાવ્યા, 5 શખ્સોની ધરપકડ


અમરેલી25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પાંચેય શખ્સોએ ભગવા વસ્ત્રો ધારણ કરી પોતે જૂનાગઢ અને કચ્છથી આવતા હોવાની ઓળખ આપી હતી

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયામાં સંકટ દૂર કરવા તાંત્રિક વિધિના બહાને 5 શખ્સોએ એક ખેડૂતને અંધશ્રદ્ધાની માયાજાળમાં ફસાવ્યા હતા. પાંચેય શખ્સોએ ખેડૂતને ફસાવીને 24.80 લાખ રૂપિયા પડાવ્યા હતા. જેથી સમગ્ર મામલે ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે પાંચેયને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડૂતે બગસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી
પાંચેય આરોપીઓ ભીક્ષાવૃતિ કરવાના બહાને ભગવા વસ્ત્રો અને માળા પહેરતાં હતા અને પોતે જૂનાગઢ અને કચ્છથી આવતા હોવાની ઓળખ આપતા હતા. ત્યારે બગસરાના પીઠડીયામાં રહેતા જયંતિભાઈ વશરામભાઈ પીપળીયાને સંકટ દૂર કરવા તાંત્રિક વિધિના બહાને કટકે કટકે 24 લાખ 80 રૂપિયા પડાવ્યાં હતા. ખેડૂતને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતા તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે 15 લાખ 68 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
LCB પોલીસે ફરિયાદના આધારે પાંચેય આરોપીઓને અમરેલીના ચિતલ રોડ પરથી ઝડપી પાડ્યા હતા. છેતરપિંડી અને વિશ્વાસઘાતની ઘટનામાં સંડોવાયેલા વઘાસિયા બાપુ સહિત 5 શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી 15 લાખ 68 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ તો પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

ઝડપાયેલા આરોપીઓના નામ
1. રૂખડનાથ ગુલાબનાથ ચૌહાણ ઉર્ફે વઘાસિયા બાપુ (ઉં.વ.25), વાંકાનેર
2. જાનનાથ સુરમનાથ પઢીયાર ઉર્ફે ગુરૂદેવ (ઉં.વ. 30), મોરબી
3. કવરનાથ રૂમાલનાથ ભાટ્ટી (ઉં.વ. 35), મોરબી
4. નરેશનાખ રૂખડનાથ પઢીયાર (ઉં.વ.25), મોરબી
5. ઘાસનાથ રૂખડનાથ પઢીયાર (ઉં.વ. 35), મોરબી

(જયદેવ વરૂ-અમરેલી)

0Source link: Divya Bhaskar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here