પીજીવીસીએલ લાઠી દ્વારા દરેક કર્મચારીગણ ને કોરોના રક્ષણ હેતુ નાશ ( બાફ ) લેવાનું મશીન વિતરણ કરાયું

૬૭ કર્મચારીગણ પરિવાર સાથે નિયમિત ઉપયોગ કરવા કટીબધ્ધ બન્યા . હાલની વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે પણ ગ્રાહકો ને નિયમિત વિજપુરવઠો મળી રહે તેમજ ફોલ્ટ ના દુરસ્તીકરણ હેતુસર અને ઈલેકટ્રીસીટી બીલો બનાવવા ઘરે ઘરે જતા પીજીવીસીએલ કર્મચારીઓ કોરોના સંક્રમણ નો ભોગ ન બને તે માટે પીજીવીસીએલ લાઠી કચેરી દ્વારા દરેક કર્મચારીગણ ને નાશ ( બાફ ) લેવાનું મશીન વિતરણ કરવામાં આવેલ . દરેક કર્મચારીગણને નાશ – બાફ લેવાના ઈલેકટ્રીક મશીન સાથે તેને ઉપયોગ કરવાની રીત  અજમા , બામ , નિલગીરી ના તેલ ના ટીપા સાથે અથવા આ બધા સિવાય પણ સ્ટીમ લઈ તેની અસરકારકતા વિશે એક માહિતી પુસ્તિકા પ્રદાન કરવામાં આવેલ . લાઠી પીજીવીસીએલ ના ૬૭ અધિકારી , કર્મચારી , એપ્રેન્ટીસ લાઈનમેન નો વ્હીકલ ડ્રાઈવર્સ વગેરે દરેકે • નિયમિત પરિવાર સાથે કોરોના સામે રક્ષણ મેળવવા બાફ લેવા માટે કટીબધ્ધતા દાખવેલ . માહિતી પુસ્તીકા માં કંઈ રીતે આપણા શરીર ની રોગ પ્રતિકારક શકિત ટકાવી રાખી , કોરોના સામે રક્ષણ મેળવવું તે માહિતી , ટીપ્સ તથા તકેદારીઓ ની વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવેલ હતી . આ પહેલા પણ લાઠી પીજીવીસીએલ કચેરી દ્વારા કર્મચારીઓ ને આર્સેનિક આલ્બમ –૩૦ , વિટામીન સી વિથ ઝિંક , N95 માસ્ક તથા આર્યુવેદિક ઉકાળા સાથે ગડુચી ઘનવટી નું વિતરણ કરવામાં આવેલ હતું . પીજીવીસીએલ લાઠી કચેરી ની આવી સમય ની જરૂરીયાત મુજબ અત્યંત આવશ્યક કોરોના સામે રક્ષણ મેળવવા માટેની વિવિધ – સમયાંતરે કરવામાં આવતી પ્રવૃતિઓ પ્રશંસાપાત્ર બનેલ છે .

Source link: Citywatch News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here