નવી દિલ્હી, તા. 17. સપ્ટેમ્બર 2020 ગુરૂવાર
પીએમ મોદીને જન્મ દિવસની શુભકામનાઓ આપવાની સાથે સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં વધતી જતી બેરોજગારીનો મુદ્દો પણ યાદ દેવડાવ્યો હતો.
રાહુલ ગાંધીએ પહેલા ટ્વિટમાં પીએમ મોદીને જન્મ દિવસની શુભકામનાઓ આપી હતી પણ એ પછી તરત જ રાહુલ ગાંધીએ બીજુ ટ્વિટ કર્યુ હતુ અને આ જ કારણ છે કે આજે દેશનો યુવા રાષ્ટ્રીય બેરોજગારી દિવસ તરીકે આજનો દિવસ ઉજવી રહ્યો છે. આ યુવાઓની મજબૂરી છે. રોજગાર તેમના માટે સન્માન છે અને ક્યાં સુધી સરકાર તેમને રોજગાર આપવાથી પાછળ હટશે.
રાહુલ ગાંધીએ એક હિન્દી અખબારના હવાલાથી બેરોજગારીના આઁકડા રજુ કરતા કહ્યુ હતુ કે, દેશમાં નોકરી માંગનારાની સંખ્યા કરોડો છે પણ માત્ર 1.77 લાખ નોકરીઓ જ ઉપલબ્ધ છે. સૌથી વધારે 23.61 લાખ લોકો બંગાળમાં, 14.62 લાખ લોકો યુપીમાં અને 12.32 લોકો બિહારમાં નોકરી માંગી રહ્યા છે.
Source link: Gujarat Samachar