દેશમાં નોટબંધી બાદ જીએસટીથી શરૂ થયેલ આર્થિક મંદીએ કોરોના અને લોકડાઉનનાં કારણે સમગ્ર દેશ ફરતે અજગર ભરડો લીધો છે. એપ્રિલથી જુનની જીડીપીમાં 23.9 ટકાનો ઐતિહાસિક ઘટાડો નોંધાતા દેશવાસીઓ સ્તબ્ધ બની ગયા છે.
દેશમાં આજે 12 કરોડયુવાનો બેરોજગાર બનીને ફરી રહૃાા છે. નાના વેપારીઓ, ખાનગી નોકરીયાતો, ખેડૂતો, શ્રમિકો સહિત સૌ કોઈ ક્રમશ: રોજગારી ગુમાવી રહૃાા છે. દેશનાં સેંકડો વ્યવસાયો છેલ્લા 6 મહિનાથી બંધ થયા હોય લાખો કર્મચારીઓની નોકરી છીનવાઈ રહી છે.
અર્થશાસ્ત્રીઓનાં અંદાજ મુજબ વર્ષ 2020-2021નાં વર્ષની જીડીપીમાં 10 ટકાનો ઘટાડાનો અંદાજ લગાવવામાં આવી રહૃાો છે. જીડીપીને પાંચ ટ્રીલીયન સુધી લઈ જવાનાં સપના ચકનાચુર થવા જઈ રહૃાા છે. જીડીપી ઘટવાથી કેન્દ્ર અને રાજય સરકારની તિજોરી પણ ખાલી થવાની છે. જેથી વિકાસકાર્યોને પણ ગંભીર અસર થવાની છે. તો ઉદ્યોગો કે સર્વિસ સેકટર પણ મંદીની ચુંગાલમાં ફસાયું હોય બેરોજગારી સતત વધતા બજારમાં કોઈ ખરીદ કરવાવાળું રહેશે નહી.
જેથી ઉત્પાદન ઓછું થવાથી બેરોજગારી સતત વધતી જ રહેશે અને આગામી એક-એક દિવસ કોઈને કોઈ આર્થિક સમસ્યા લઈને આવવાનો હોય સૌ કોઈ સાવચેતીપૂર્વક ગુજરાન ચલાવે નહી તો મુશ્કેલીનો કોઈ અંત નજરે ચડશે નહી.
Source: Sanj Samachar