ધારી ખાતે કૃષિ મંત્રી આર. સી. ફળદુની અધ્યક્ષતામાં સાત પગલાં ખેડૂત કલ્યાણની યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન

કૃષિ મંત્રીએ ખેડૂતમિત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી  સાત પગલા ખેડૂત કલ્યાણના પૈકી વધુ બે યોજનાની શરૂઆત કરી લાભોનું વિતરણ કરાયું

ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત ગાય નિભાવ ખર્ચ યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ યોજનાનો શુભારંભ કાર્યક્રમ રાજ્ય સરકારના કૃષિ મંત્રી  આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સાત પગલા ખેડૂત કલ્યાણના પૈકી વધુ બે યોજનાની શરૂઆત કરી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ થકી સમગ્ર રાજ્યમાં વિવિધ જગ્યાએ થઇ રહેલા કાર્યક્રમોમાં ખેડૂતોને સંબોધન કર્યું હતું.

કૃષિ મંત્રીશ્રી આર.સી. ફળદુએ જણાવ્યું  હતું કેમુશ્કેલીના સમયે રાજ્ય સરકારે ખેડૂતોની પડખે ઊભી રહી વિવિધ ખેડૂતલક્ષી યોજનાનો અમલ કરી ખેડૂત એ જગતનો તાત છે‘, એ કહેવતને સાર્થક બનાવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાત પગલા ખેડૂત કલ્યાણના પૈકી વધુ બે યોજનાની આજે શરૂઆત કરી છે. આપણા ખેડૂત મિત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વાળવા રાજ્ય સરકાર દ્વારા ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત ખેડૂતમિત્રને વાર્ષિક રૂ૧૦,૮૦૦ની સહાય આપવામાં આવશે. બજારમાં મળતા વિવિધ ઝેરી ખાતરથી પકવેલો ઝેરી પાક આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે પરંતુ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી આપણો ખેડૂત સંપૂર્ણ રીતે ઓર્ગેનિક પાક મેળવી શકશે જે આપણી ભવિષ્યની પેઢી માટે પણ ખુબ જ ઉપયોગી નીવડશે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કીટ યોજના અંતગર્ત ખેડૂતમિત્રોને ગાય આધારિત ખેતી કરવા જરૂરી સાધનોની કીટ આપવા આવશે. આ કીટમાં જીવામૃત બનાવ માટે ડ્રમ અને પ્લાસ્ટિકના ટોકરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કૃષિ મંત્રીએ અન્ય યોજનાની માહિતી આપતા જણાવ્યું હતું કે પાક સંગ્રહ યોજના હેઠળ ખેતરમાં નાનું ગોડાઉન બનાવવા સહાય તેમજ ખેડૂત તેમનો પાક માર્કેટ સુધી પોતાની રીતે લઇ જઇ શકે તે માટે નાનું વાહન ખરીદી માટે સબસીડી આપવામાં આવે છે. વધુમાં મંત્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આજે જન્મદિવસ નિમિતે એમને શુભેચ્છાઓ પાઠવી હતી.કૃષિ મંત્રીએ જણાવ્યું  હતું કેખેડૂતોએ કરેલી પ્રગતિના કારણે આજે આપણે અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બન્યા છીએ. મોટા ભાગનો વિસ્તાર સૂકો હતો જ્યાં નર્મદાના નીર પહોંચાડી ત્યાંની ધરતી પણ હરીયાળી બનાવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એમની કોઠાસૂઝને કારણે ખેડુતોના પડખે રહી કમોસમી વરસાદઅતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ વગેરે કુદરતી આપત્તિ સામે ખેડૂતોને રક્ષણ આપવા માટેની સહાય યોજના અમલી બનાવી છે. આ ઉપરાંત વાવણીને લઇ વેચાણ સુધી દરેક તબક્કે અનેક સહાયકારી યોજનાઓનો લાભ આપી રહી છે. લાઇટબીલ ભરવામાંથી મુક્તિ મળે તે હેતુસર ખેડૂતોને સોલાર આધારિત વીજળી હેઠળ સહાય યોજનાનો લાભ લેવા ઉપર ભાર મુકયો હતો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ખેડૂતોની ચિંતા કરી કિસાન સમ્માનનિધિ હેઠળ દર વર્ષે સહાય આપી છે. ખેતીઉદ્યોગ અને સેવા એ મહત્વના વિભાગો છે. દેશનું અર્થતંત્ર સુધારવા માટે ખેડૂતોનો ફાળો પણ અગત્યનો છે. ખેડૂતને જાગૃત કરવા માટે કૃષિ રથ ગામેગામ ફેરવીને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ઉપયોગી જાણકારી આપતાં ખેડૂતો સદ્ધર બન્યા છે. અમરેલી જિલ્લાના તાલુકાના ખેડૂતોએ ઉત્પાદિત કરેલાં પાકોનું વિદેશમાં નિકાસ થતાં તેઓ આર્થિક દ્રષ્ટિ વધુને વધુ પગભર બનતા જાય છે. વધુમાંમંત્રી શ્રીએ ખેડૂતોને શુભેચ્છા પાઠવી સહાયનો યોગ્ય ઉપયોગ કરી પ્રગતિ સાધી આવક વધે તેવા પ્રયાસો હાથ ધરવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં મંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડૂતોને યોજનાના મંજૂરી પાત્રો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડના ચેકમોમેન્ટો અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અમરેલી ખાતેના કાર્યક્રમમાં યુવા અગ્રણી  હિરેનભાઈ હિરપરાજીતુભાઇજિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ આત્મા પ્રોજેકટના અધિકારી/ કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતમિત્રો હાજર રહ્યા હતા.

Source link: Citywatch News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here