ધારી કોવિડ-19ની મહામારીમાં ધારી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ રોજ બરોજ વધતા જતા હોય ત્યારે આ દર્દીઓને અમરેલી ખાતે લઇ જવામાં આવે છે. અને સગવડતા વાળા દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર મેળવે છે. ત્યારે ધારી તાલુકામાં દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર ખોલવાની મંજુરી આપવા બજરંગ ગ્રુપ દ્વારા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને રજુઆત કરવામાં આવેલ છે.
ધારી અને ગ્રામ્ય વિસ્તારોમાં દરરોજ કોરોનાના કેસ આવતા હોવાથી આવા દર્દીઓ માટે ધારી ગામમાં વ્યવસ્થા કરવામાં આવે અને આ કાર્યમાં શકય તેટલી સેવા બજરંગ ગ્રુપ આપશે તો આ બાબતે તાત્કાલીક યોગ્ય કરવા બજરંગ ગ્રુપ પ્રમુખ પરેશ પટણી દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.
ધારી નવા ડેપોથી લાઇબ્રેરી સુધીનો ડામર રોડ તાત્કાલીક રીપેર કરવા બજરંગ ગ્રુપની માંગણી
ધારી એસટી ડેપોથી લાઇબ્રેરી સુધીનો ડામર રોડ ચોમાસાના કારણે અતી બિસ્માર હાલતમાં થઇ ગયેલ છે.સ જેનાથી વાહન ચાલકો અને રાહતદારીઓને પારાવાર મુશ્કેલી પડી રહેલ છે. તેમાં પણ જુના સીનેમા પાસેનો ડામર રોડ અતી બિસ્માર હાલતમાં છે. અને આ રસ્તો કાયમી માટે ખરાબજ હોય છે.
આ વિસ્તારમાં સીસી રોડ બનાવવામાં આવે તો તેમનો કાયમી ઉકેલ થઇ શકે તેમ છે. લોકોની રજુઆત થતા બજરંગ ગ્રુપ દ્વારા રજુઆત કરી તાત્કાલીક આ રોડ બનાવવા માટે માંગણી કરતા જણાવવામાં આવેલ કે વરસાદ રહેતા અને વરાપ નીકળતા યુધ્ધ ધોરણે આ રોડ રીપેરીંગ કરી આપવામાં આવશે જેની નગરજનો એ નોંધ લેવી.
Source: Sanj Samachar