અમરેલી4 કલાક પહેલા
- કૉપી લિંક
ધારી તાલુકાના ભાડેર ગામે રહેતી અેક મહિલાને તેના પતિએ બાેલાચાલી કરી ગાલ પર બટકુ ભરી ઇજા પહાેંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ધારી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. મહિલાને ધમકી આપ્યાની આ ઘટના ધારી તાલુકાના ભાડેર ગામે બની હતી. અહી રહેતા સાેનલબેન મનીષભાઇ કાેરાટ (ઉ.વ.30) નામની મહિલાએ ધારી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના પતિ મનીષે ગાળાે આપી બાેલાચાલી કરી હતી. આ ઉપરાંત ગાલ પર બટકુ ભરી એક ઝાપટ મારી ઇજા પહાેંચાડી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ ડી.એન.જાેષી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
0
Source link: Divya Bhaskar