દેશમા કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખ પર પહોંચી, અત્યાર સુધીમાં 80 હજારનાં મોત થયાં

– બીજી સપ્ટેંબરથી રોજ સરેરાશ હજારના મોત થાય છે 

નવી દિલ્હી તા.15 સપ્ટેંબર 2020 મંગળવાર

કોરોનાએ પોતાનો કેર વર્તાવવાનું ચાલુ રાખ્યું છે. સંક્રમિતોનો આંકડો 50 લાખને આંબી રહ્યો હતો. અમેરિકા પછી ભારત બીજે નંબરે આવી રહ્યાના અણસાર મળી રહ્યા હતા. બીજી સપ્ટેંબરથી રોજ સરેરાશ હજાર વ્યક્તિનાં મરણ થઇ રહ્યાં હતાં. 

છેલ્લાં ચોવીસ કલાકમાં દેશમાં 83,809 નવા કેસ થયા હતા. આ પહેલાં 11મી સપ્ટેંબરે ચોવીસ કલાકમાં 97,570 કેસ થયા હતા. જો કે છેલ્લા ચોવીસ કલાકમાં 79, 2929 દર્દી સાજા થઇને ઘેર પાછા ફર્યા હતા એ સારા સમાચાર હતા.

કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યા મુજબ હવે દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 49 લાખ 30 હજારથી વધુ થઇ ગયો હતો. એમાંના 80 હજાર 776 લોકોનાં મરણ થઇ ચૂક્યાં હતાં. એક્ટિવ કેસની સંખ્યા 9 લાખ 90 હજારની થઇ હતી અને 38 લાખ 59 હજાર લોકો સાજા થઇ ગયા હતા.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના આંકડા મુજબ 14 સપ્ટેંબર સુધીમાં કોરોનાના પાંચ કરોડ 93 લાખ સેમ્પલ ટેસ્ટ થઇચૂક્યા હતા. એમાંના 11 લાખ જેટલા સેમ્પલ તો ગઇ કાલે એક દિવસમાં થયા હતા. કોરોના વાઇરસના 54 ટકા કેસ 18 થી 44 વર્ષના લોકોમાં થયા હતા. જો કે પોઝિટિવ કેસ માત્ર સાત ટકા જેટલા નોંધાયા હતા. જો કે કોરોના વાઇરસના પગલે થયેલાં 51 ટકા મરણ 60 વર્ષથી વધુ વયના લોકોના થયા હતા.

રાહતની વાત ફક્ત એટલી હતી કે એક્ટિવકેસની અને મૃત્યુના આંકડાની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી હતી. જેમની સારવાર ચાલુ હોય એવા એક્ટિવ કેસ ફક્ત વીસ ટકા જેટલા રહ્યા હતા.

સૌથી વધુ સંક્રમિતની સંખ્યાની બાબતમાં મહારાષ્ટ્ર પહેલા ક્રમે હતું. મહારાષ્ટ્રમાં બે લાખથી વધુ સંક્રમિતો હાલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ત્યારબાદ બીજા ક્રમે તામિલનાડુ, ત્રીજા ક્રમે દિલ્હી, ચોથા ક્રમે ગુજરાત અને પાંચમા ક્રમે પશ્ચિમ બંગાળ હતું.Source link: Gujarat Samachar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here