દેશમાં કોરોનાના કેસ 50 લાખને પાર 39.26 લાખ દર્દીઓ સાજા થયા

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 15 સપ્ટેમ્બર, 2020, મંગળવાર

દેશમાં કોરોનાની સિૃથતિ અત્યંત વિકરાળ બની રહી છે. ભારતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના સરેરાશ દૈનિક 90 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે જ્યારે 1,000થી વધુનાં મોત થઈ રહ્યા છે. પરિણામે ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 50 લાખને પાર કરી ગયો છે.

દેશમાં મંગળવારે 24 કલાકમાં કોરોનાના 90,417 કેસ નોંધાયા હતા જ્યારે 1282નાં મોત નીપજ્યાં હતાં. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 50,05,963 થઈ હતી જ્યારે મૃત્યુઆંક 81989 થયો છે. જોકે, આ સમયમાં કોરોનાના કુલ 39,26,096 દર્દીઓ સાજા થયા છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું. 

દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ 11 લાખની નજીક પહોંચી ગયા છે જ્યારે મૃત્યુઆંક 30,400થી વધુ થયો છે. આંધ્ર પ્રદેશમાં પણ કોરોનાના કુલ કેસ 5.83 લાખને પાર થઈ ગયા છે અને મૃત્યુઆંક 5,000થી વધુ થયો છે.

જોકે, વર્તમાન સમયમાં ભારત કોરોનાની દૃષ્ટિએ વૈશ્વિક સંદર્ભમાં ઘણી જ વિચિત્ર સિૃથતિમાં છે. કોરોનાના કેસની દૃષ્ટિએ ભારત વિશ્વમાં અમેરિકા (67.54 લાખ કેસ) પછી બીજા ક્રમે છે.

એ જ રીતે મૃત્યુઆંકની દૃષ્ટિએ ભારત અમેરિકા (1.99 લાખ), બ્રાઝિલ (1.32 લાખ) પછી ત્રીજા ક્રમે છે. કોરોનાથી મુક્ત થયેલા દર્દીઓના સંદર્ભમાં પણ ભારત વિશ્વમાં અગ્રેસર છે. તેમાં પણ ભારત અમેરિકા (40.29 લાખ) પછી બીજા ક્રમે છે. ભારતમાં અત્યાર સુધીમાં 39 ,26,096 દર્દીઓ કોરોનામુક્ત થઈ ગયા છે. આ સાથે ભારતમાં રિકવરી રેટ 78.42 ટકા થઈ ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતુ ંકે, વિશ્વમાં કોરોનાનો ઊંચો મૃત્યુદર ધરાવતા રાષ્ટ્રો પાસેથી ભારત બોધપાઠ શીખ્યું છે અને તેણે અસરકારક લૉકડાઉનના અમલના કારણે કોરોના વાઈરસના વ્યાપક પ્રસારની સિૃથતને અટકાવવામાં સફળતા મેળવી છે.

આઈસીએમઆરના ડિરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે અસરકારક લૉકડાઉન માટે ભારતની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, તેના કારણે ભારતમાં કેટલાક યુરોયીન દેશોમાં જોવા મળેલા ‘અતિ ઊંચા મૃત્યુદર’ની સિૃથતિને ટાળી શકાઈ છે. 

કોરોનાથી મુક્ત થયેલા લોકોને ફરીથી કોરોના થવાની સંભાવનાઓ અંગે તેમણે કહ્યું હતું કે, ફરીથી કોરોના થયો હોવાનું ‘ભાગ્યેજ’ જોવા મળે છે, પરંતુ હોંગકોંગમાં આવા કેસ નોંધાયા છે. જોકે, તે ચિંતાની બાબત નથી. ભારતમાં કોરોનાની સિૃથતિ અંગે તેમણે કહ્યું કે, તમે યુરોપ અને અમેરિકાનને જૂઓ તો ત્યાં કેસો ટોચ પર પહોંચ્યા હતા અને પછી કેસ ઘટવા લાગ્યા હતા. ત્યાં કોરોનાના પીકના સમયમાં સ્પેન, બ્રિટન આૃથવા સ્વીડન કે ઈટાલીમાં પણ મૃત્યુદર ખૂબ જ ઊંચો હતો.

હવે આ દેશોમાં તાજેતરમાં ફરીથી કોરોનાની બીજી વેવ જોવા મળી હતી. જોકે, સદનસીબે ભારતે આ દેશોમાંથી બોધપાઠ મેળવ્યો અને આપણે ભારતમાં ખૂબ જ ઊંચા પ્રમાણમાં મૃત્યુદરની સિૃથતિને ટાળવામાં સફળ રહ્યા છીએ. માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં લાગુ થયેલા અસરકારક લૉકડાઉનને પગલે આપણે આ સિૃથતિ ટાળી શક્યા છીએ. 

દેશમાં અસરકાર લૉકડાઉન મુદ્દે સરકારે પણ પોતાની પીઠ થપથપાવતાં લોકસભામાં મંગળવારે જણાવ્યું હતું કે, 24મી માર્ચે વડાપ્રધાન મોદીએ જાહેર કરેલા અસરકારક લૉકડાઉનના કારણે દેશમાં સરકારે કોરોનાના કેસમાં 14થી 29 લાખનો વધારો અને 37,000થી 78,000 સુધી લોકોનાં મોત અટકાવ્યા છે. રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, અસરકારક લૉકડાઉનના કારણે ભારત અસરકારક રીતે કોરોનાનો પ્રસાર અટકાવી શક્યું હતું.Source link: Gujarat Samachar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here