ચોરીનાં મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય  નાઓએ મિલ્‍કત સબંધી જે ગુન્‍હાઓ બનેલ હોય અને નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્‍હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલિકને પોતાની મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા અને આવા વણશોધાયેલ મિલકત સબંધી ગુન્‍હાઓ ડીટેક્ટ કાઢવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. .આર.કે.કરમટાની રાહબરી હેઠળ પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા જાફરાબાદ મરીન પોલીસ સ્‍ટેશન વિસ્તારનાં રોહીસા ગામે વાહન ચેકીંગ દરમ્‍યાન ચોરીના મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી લીધેલ છે.
પકડાયેલ આરોપીઃ
ઘનશ્‍યામ ઉર્ફે ઘનો રાજાભાઇ ડાભી, ઉ.વ.૨૫, રહે.મુળ ચોરઠ તા.ઉમરાળા, જી.ભાવનગર હાલ રહે.સુરત, વરાછા, ગાયત્રીનગર, શેરી નં.૫.
આરોપી પાસેથી મળી આવેલ ચોરીનાં મોટર સાયકલની વિગતઃ
એક હીરો કંપનીનું એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ, રજી.નંબર વગરનું, જેના ચેસીસ નંબર MBLHAIIED9E00714 તથા એન્જીન નંબર HA11EQD9E04125  હોય, જે મોટર સાયકલ બાબતે ટેકનીકલ રીતે ખરાઇ કરતા સદરહું મોટર સાયકલનાં *રજી. નં.GJ-04-BQ-1161 નું હોવાનું જણાયેલ આવેલ છે. આ મોટર સાયકલ બાબતે ખરાઇ કરતા ભાવનગરમાં ઘોબી સોસાયટીમાંથી ગઇ તા.૦૬/૦૯/૨૦૧૯ નાં રોજ ચોરી થયેલ હોવાનું જણાય આવેલ. જે અંગે *બોરતળાવ પોલીસ સ્‍ટેશન (ભાવનગર) ફ. ગુ.ર.નં.૧૮૧/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુન્‍હો રજી. થયેલ છે. ચોરીનું મોટર સાયકલ કિં.રૂ.૨૦,૦૦૦નું ગણી તપાસ અર્થે કબજે લઇ, મોટર સાયકલ તથા આરોપી આગળની કાર્યવાહી થવા સારૂ જાફરાબાદ મરીન પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય  નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. .આર. કે. કરમટા તથા પો.સ.ઇ. .પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવે છે

Source link: Citywatch News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here