ચલાલા નગરપાલિકાના સદસ્ય કોકિલાબેન કાકડિયા અને અશોકભાઈ કાકડિયાને વ્હીપ ના ભંગ બદલ કોંગ્રેસ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરાયા

ગત તારીખ ૨૪/૦૮/૨૦૨૦ ના રોજ યોજાયેલી ચલાલા નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ  ની ચુંટણી સમયે કોંગ્રેસ પક્ષ ના ચુંટાયેલા નગરપાલિકા ના સદસ્યો ને મતદાન કરવા અંગે કોંગ્રેસ પક્ષ તરફ થી વ્હીપ (આદેશ )આપવામાં આવેલ હતો .આ આદેશ વિરુદ્ધ ચલાલા નગરપાલિકા ના સદસ્યો અશોકભાઈ વિરજીભાઈ કાકડિયા અને કોકીલાબેન જે કાકડિયા ગેરહાજર રહેલ હતા .પક્ષ ના વ્હીપ વિરુદ્ધ કાર્ય બદલ તેઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ ૦૪/૦૯/૨૦૨૦ ના રોજ ખુલાસા અંગે ની નોટીસ આપવામાં આવેલ હતી પરંતુ ઉપરોક્ત બન્ને સદસ્યો એ કોઇપણ પ્રકાર નો ખુલાસો આપેલ ન હોય આદેશ ભંગ ગણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ તેઓ ને તાત્કાલિક અસર થી કોંગ્રેસ પક્ષ માં થી સસ્પેન્ડ કરેલ છે

Source link: Citywatch News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here