ચકચારી દુર્લભ પટેલ આપઘાત પ્રકરણમાં બે ભૂમાફિયાની ધરપકડ

સુરત, 15 સપ્ટેમ્બર 2020 મંગળવાર

સાયણ સુગરના માજી ડિરેક્ટર દુર્લભ પટેલના આપઘાત પ્રકરણમાં જિલ્લા પોલીસે બે ભૂમાફિયાની ધરપકડ કરી છે. જયારે હાલમાં રાંદેર પોલીસ સ્ટેશનના તત્કાલિન પી.આઇ એલ.પી. બોડાણા સહિતના સ્ટાફની ભુંડી ભુમિકા અંગે તપાસ ચાલુ છે.

જિલ્લાના માંડવી તાલુકાના ખંજરોલી ગામે તાપી નદીના કિનાર જલારામ સ્ટોન ક્વોરીના માલિક અને સાયણ સુગરના માજી ડિરેકટર દુર્લભ પટેલ ઉર્ફે દુર્લભ કપચીના આપઘાત પ્રકરણમાં જિલ્લા પોલીસે ભૂમાફિયા રાજુ લાખા ભરવાડ અને ભાવેશ સવાણીની ધરપકડ કરવામાં આવી છે.

જયારે ભુંડી ભુમિકા ભજવનાર રાંદેર પોલીસ મથકના પીઆઇ એલ.બી. બોડાણા, તેમના રાઇટર કિરણસિંહ પરમાર, કોન્સ્ટેબલ અજય ભોપાળાની ધરપકડ માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે.

Source link Gujarat Samachar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here