ગુજરાતમાં આજે 1334 પોઝિટિવ કેસ નોંધાયા, 17નાં મોત, 1255 દર્દીઓ થયા સ્વસ્થ

અમદાવાદ, તા. 14 સપ્ટેમ્બર 2020, રવિવાર

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત્ રહ્યો છે. એક દિવસમાં નોંધાતા સંક્રમિતોનો આંકડો આજે ફરી 1300 કરતા વધારે છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધીમાં 95 હજારથી વધારે દર્દીઓએ કોરોનાના મ્હાર આપી સ્વસ્થ થયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1334 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 17 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 3230 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1334 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 176 અને જિલ્લામાં 102 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 149 અને જિલ્લામાં 26 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 90 અને જિલ્લામાં 41 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 98 અને જિલ્લામાં 53 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 93 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 16,408 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 95,265 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3230 થયો છે.

જામનગરમાં કોરોના બેકાબુ

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. કોરોનાના અજગર રૂપી ભરડામાં અનેક લોકો હોમાઈ રહ્યા છે, ખાસ કરીને જી જી હોસ્પિટલમાં કોરોના નું બિહામણું રૂપ જોવા મળી રહ્યું છે. ગઈ કાલ સાંજ થી આજે સાંજ સુધીમાં એકી સાથે 17 દર્દીઓના મૃત્યુ નિપજતાં ભારે હાહાકાર મચી ગયો છે. જ્યારે છેલ્લા 15 દિવસથી કોરોનાના 100થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. સોમવારે વધુ 120 દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. સાથોસાથ 129 દર્દીઓને જીજી હોસ્પિટલમાંથી રજા પણ આપવા આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ સાથે તેમણે રાજ્યની પ્રજાને કોરોનાનો ટેસ્ટ કરાવવા અપીલ કરી. મુખ્યમંત્રી સાથે તેમના નિવાસસ્થાને રહેલા સ્ટાફે પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો. CM રૂપાણીએ ટ્વિટર દ્વારા કોરોના ટેસ્ટ કરાવ્યો હોવાની માહિતી આપી હતી.

સી.આર.પાટિલનો બીજો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ભાજપ પ્રદેશ પ્રમુખનો બીજો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગઈકાલે કરાયો બીજો RT-PCR ટેસ્ટ હતો. આ પહેલા 8મી તારીખે પહેલો RTPCR ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સારવાર માટે અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.Source link: Gujarat Samachar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here