ખાંભા પંથકમાં અતિવૃષ્ટિથી કુવાના પાણી બહાર આવ્યા : ખેતરોમાં નુકસાન

ખાંભા તાલુકામાં ચાલું વરસે પડેલ વ્યાપક વરસાદથી ખેડૂત-ખેતી અને ઉભા પાકને નુકસાન થવા સાથે બાંધેલા કૂવામાંથી પાણી બહાર વહેવા સહ ડુંગરાળ જમીનવાળી વાડી-ખેતરોમાં મૌલાત વચ્ચે ઝરણા વહેવા માંડયા.
ચાલું ચોમાસુ સીઝનમાં ખાંભા તાલુકામાં 40 ઈંચ વરસાદ વરસતા ધરતી પુત્રોને ચોમાસું પાકમાં વ્યાપકપણે નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે.
ચોમાસાની શરૂઆતમાં વાડી-ખેતરોમાં વાવેલ બાજરો, કપાસ, શીંગ, કઠોળ, શાકભાજી ઉપર સતત વરસેલા વરસાદનાં કારણે પા ઉપર આવેલા બાજરાનાં ડુંડા ઉગી જવા, વરસાદ અને પવનનાં કારણે કપાસનાં છોડ આડા પડી જવા સાથે કપાસનાં જીંદવા ખરી જવા, મગની પાકેલી શીંગો ઉપર સતત પડેલા પાણીનાં કારણે મગ કાળા થઈ જતાં મગનો ફાલ સંપૂર્ણપણે નિષ્ફળ થવા પામવા સાથે શાકભાજીનો છોડ વેલા સડી જવા પામતા શાકભાજીને પણ નુકસાન થવા પામેલ. આકાશી રોજી-રોટીકમાતા ધરતીપુત્રોને કુદરતનાં કહેરનો સામનો કરતા કરતા પણ બાકી રહી ગયું હોય તેમ 40 ઈંચ જેટલો સતત પડેલા વરસાદથી ખેડૂતોના અઢી-ત્રણ ફૂટ જેટલા બાંધેલા કૂવા ઉપરથી એકાદ મોટરનું પાણી કૂવા બહાર વહેવામાંથી છલકાયેલા કૂવાનું પાણી અને જમીનમાંથી ઉપર આવેલા પાણી ભેગા થતાં ઘણા ખરા ખેતર-વાડીમાં ઉભા મોલ વચ્ચેથી ઝરણા વહેવા માંડતા ખેડૂતો ચોમાસું સીઝનનાં પાક લણી શકતા નથી. અને સતત પડેલા વરસાદથી શીંગનાં પાકનાં સુયા બેસવાનાં સમય દરમિયાન શીંગનાં મુળીયા અને સુયા સડી જવાથી શીંગનો પાક પણ બગડી જવાથી ગત વર્ષની જેમ શીંગ ખેંચવા સમયે શીંગનાં ડોડવા જમીનમાં તૂટી જવાનો ભય ઉભો થવાથી ખેડૂતોને વ્યાપકપણે ચોમાસુ પાકને થયેલ નુકસાનનો સર્વે કરવામાં આવે અને નુકસાન બદલ વળતર ચુકવવામાં આવે તો જ ખેતી પ્રધાન ભારત દેશનો ખેડૂત ઉભો થઈ શકશે.

Source: Sanj Samachar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here