કતારગામમાં 16 રત્નકલાકારો કોરોના પોઝિટિવ, યુનિટ બંધ કરાયું

સુરત, 15 સપ્ટેમ્બર 2020 મંગળવાર

કતારગામ વિસ્તારમાં એચવી કે ડાયમંડમાં 16 કારીગરોને તેમજ અન્ય બે કારખાનામાં પણ કોરોનાના કેસ સામે આવતા મહાનગર પાલિકા દ્વારા કાર્યવાહી કરીને આ યુનિટોને બંધ કરી કરાવાયા છે.

કોરોનાનો વ્યાપ વકરતો અટકાવવા માટે પાલિકા દ્વારા ખાસ ટીમ બનાવવામાં આવી છે. જેમાં ચેકીંગ દરમિયાન જે કારખાનામાં વધુ કેસ સામે આવે તેને બંધ કરી દેવામાં આવે છે.

હીરાના યુનિટમા રત્નકલાકારોમા કોરોનાનો ચેપ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એચવીકે ડાયમંડ યુનિટમાં રેપિડ ટેસ્ટ દરમ્યાન એક સાથે 16 રત્નકલાકારો પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું હતુ અને તાકીદે એચવીકે યુનિટ બંધ કરાયુ હતું.

તેની બાજુમા આવેલ અન્ય ત્રણ યુનિટોમાં પણ કોરોના પોઝિટિવ કેસો આવ્યાં હતા. જેથી તેને પણ બંધ કરાવવામાં આવ્યા છે. હીરાના કારખાનાઓમાં ફરીથી સંક્રમણ વધુ ન ફેલાય તેવી તકેદારી તંત્ર અને કારખાનેદારો દ્વારા રાખવામાં આવી રહી છે.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here