એશિયાના વિકાસશીલ દેશોમાં 60 વર્ષની સૌથી ભયંકર મંદી

કોરોનાનો પ્રસાર અટકશે નહીં તો સ્થિતિ વધારે ખરાબ થશે : લાખો લોકોને ગરીબીમાંથી બહાર લાવવાના પ્રયાસને મોટો આંચકો 

(પીટીઆઇ) મનીલા, તા. 15 સપ્ટેમ્બર, 2020, મંગળવાર

એશિયામાં વિકાસશીલ દેશોના આૃર્થતંત્રમાં છેલ્લા 60 વર્ષની સૌથી ભયંકર મંદી જોવા મળશે તેમ એશિયન ડેવલોપમેન્ટ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે. એડીબી દ્વારા જારી કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે એશિયા પેસિફિકના 45 દેશોના આિર્થક વિકાસમાં 0.7 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.

આ ઘટાડો છેલ્લા 60 વર્ષમાં પ્રથમ વખત જોવા મળશે. જો કોરોનાવાઇરસનો પ્રસાર અટકશે નહીં તો સિૃથતિ વધુ ખરાબ થશે. એશિયન ડેવલોપમેન્ટ બેંકે એશિયાના અનેક દેશોના આિર્થક વિકાસના અંદાજમાં ઘટાડો કર્યો છે. ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા સહિતના દેશોમાં કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આ દેશોના આિર્થક વિકાસના અંદાજમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. 

એડીબીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીની જ્યાંથી શરૂઆત થઇ તેવા ચીનના આૃર્થતંત્રમાં સુધારો થઇ રહ્યો છે અને ચાલુ વર્ષે ચીનનો આિર્થક વિકાસ 1.8 ટકા રહેવાનો અંદાજ છે. આગામી વર્ષે એટલે કે 2021માં ચીનનો આિર્થક વિકાસ 7.7 ટકા રહેવાનો અંદાજ છે.

ઉલ્લેખનીય છે કે 2019માં ચીનનો જીડીપી 6.1 ટકા રહ્યો હતો. જે છેલ્લા કેટલાક દાયકાઓનો સૌૈથી ઓછો છે.  અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એશિયામાં મેડિકલ પ્રોડ્ક્ટ, ડિજિટલ અને ઓપ્ટિકલ ઉપકરણોનું મોટા પાયે ઉત્પાદન થાય છે. એશિયાના વિકાસશીલ દેશોમાં જોવા મળી રહેલી મંદી 1960ના દાયકા પછીની સૌથી મોટી છે. 

એડીબીના મુખ્ય આૃર્થશાસ્ત્રી યાસુયુકી સ્વાદાના જણાવ્યા અનુસાર લાખો લોકોને ગરીબીમાંથી બહાર લાવવાના પ્રયત્નોને મોટો આંચકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાવાઇરસનો પ્રસાર અટકાવવા માટે મોટા ભાગના દેશોએ  લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉનને કારણે આૃર્થતંત્રને મોટા પાયે નુકસાન થયું છે. 

કોરોનાને કારણે દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયના દેશોના આૃર્થતંત્રોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડમાં એપ્રિલથી જૂન સુધીના કવાર્ટરમાં જીડીપીમાં 10 ટકાથી વધારે ઘટાડો નોંધાયો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આૃર્થતંત્રમાં રિકવરી માટ સરકાર દ્વારા મોટા પાયે ખર્ચ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.Source link: Gujarat Samachar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here