અમરેલી શહેરના કોરોના 7 કેસ સાથે કુલ 26 કેસઃ કુલ 1724 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં કેસ 1700 ને પાર
અમરેલી શહેરમા કોરોના સંક્રમણ વધ્યું છે. જિલ્લામાં તેજ ગતિએ વધતો કોરોનાનો વ્યાપ ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી હોવાથી લોકોએ કોરોના મહારોગની ગંભીરતા સમજી જાગૃત થવાની ખાસ જરૂર છે. અમરેલી શહેરમાં 7 સાવરકુંડલામાં 6 કેસ. હંમેશા માસ્ક પહેરીને બહાર નીકળવાથી કોરોના નું સંક્રમણ અટકી શકે છે. સોશ્યલ ડિસ્ટનસિંગ નું અચૂક પાલન કરવું. તંત્ર દ્વારા શહેરમાં 5 જગ્યાએ રેપીડ ટેસ્ટ તદ્દન ફ્રી માં કરવામાં આવે છે તો સહેજ પણ તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જેમને પણ દેખાય તેઓ રેપીડ ટેસ્ટ અવશ્ય કરાવે, રેપીડ ટેસ્ટથી ડરવાનું સહેજ પણ નથી , રેપીડ ટેસ્ટ કરાવનાર બધાને કોરોના હોતો નથી. રેપીડ ટેસ્ટ કરાવીને પોતાનું અને પરિવાર આવતું ઝોખમ ટાળી શકાય છે. અમરેલી જિલ્લાના કુલ 1724 પોઝિટિવ કેસમાં ફક્ત અમરેલી શહેરના જ 540 કેસો. આજ તા.17 સપ્ટેમ્બરના રોજ કોવિડ-19 ના અમરેલી શહેર ના 7 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા…
અમરેલી શહેરના 7 પોઝિટિવ કેસમાં… ઓમનગરના 54 વર્ષીય મહિલા, રઘુવીર સોસાયટીના 33 વર્ષીય પુરુષ, ગંગાપાર્ક સોસાયટી ના 30 વર્ષીય યુવાન, કલ્યાણનગરના 70 વર્ષીય વૃદ્ધ, જસોદાનગરના 63 વર્ષીય મહિલા, ચક્કરગઢ રોડના 65 વર્ષીય મહિલા, જેસિંગપરાના 70 વર્ષીય વૃદ્ધા સાવરકુંડલાના 6 પોઝિટિવ કેસમાં… સાધના સોસાયટીના 60 વર્ષીય મહિલા, હાથસણી રોડ ના 65 વર્ષીય પુરુષ, સાવરકુંડલાના 33 વર્ષીય પુરુષ, મોટા ઝીંઝુડા ના 62 વર્ષીય મહિલા, દેવળાં ગેઇટના 66 વર્ષીય મહિલા, મોલડીના 70 વર્ષીય વૃદ્ધા. અમરેલી જિલ્લાના 13 પોઝિટિવ કેસમાં…* ખાંભાના ડેડાણ ના 35 વર્ષીય પુરુષ, ધારીના ફાચરિયા ના 70 વર્ષીય વૃદ્ધા, બાબરાના હવેલી શેરીના 42 વર્ષીય પુરુષ, બાબરાના 74 વર્ષીય વૃદ્ધા, લાઠીના 71 વર્ષીય વૃદ્ધા, લાઠીના મહાવીર નગરના 65 વર્ષીય મહિલા,લીલીયાના હરિપર ના 70 વર્ષીય વૃદ્ધા, લીલીયાના ખારા ના 65 વર્ષીય મહિલા, અમરેલીના ઇશ્વરીયા 32 વર્ષીય પુરુષ, અમરેલીના મોટા ભંડારીયા ના 75 વર્ષીય વૃદ્ધા, અમરેલીના જસવંતગઢ ના 72 વર્ષીય વૃદ્ધ, અમરેલીના લાલાવદરના 78 વર્ષીય વૃદ્ધ, અમરેલીના નવા ખીજડિયાના 65 વર્ષીય મહિલા
આમ આજ તા.17 સપ્ટેમ્બર ના રોજ કોવિડ-19 ના અમરેલી શહેરના 7 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લાના વધુ 26 કેસ નોંધાયા. આ સાથે અમરેલી જિલ્લામાં કુલ 1724 પોઝિટિવ કેસ નોંધાયા. આજના પોઝિટિવ કેસની વિગત…કુલ સારવાર હેઠળ દર્દીઓ 254, આજના ડિસ્ચાર્જ દર્દીઓ 14, અત્યાર સુધીમાં મૃત્યુ પામેલ દર્દીઓ 30

Source link: Citywatch News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here