અમરેલી શહેરના કોરોના 11 કેસ સાથે કુલ 30 કેસઃ કુલ 1671 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી શહેરમાં લોકજાગૃતિના અભાવે 500 થી વધારે કોરોના પોઝિટિવ કેસ સાથે સંક્રમણ વધ્યું છે અમરેલી શહેરમાં 11, ધારી માં 6 અને સાવરકુંડલામાં 4 કેસ. હંમેશા માસ્ક પહેરીને બહાર નીકળવું, સોશ્યલ ડિસ્ટનસિંગનું અચૂક પાલન કરવું. તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે તો સહેજ પણ તાવ, શરદી,ઉધરસ જેવા લક્ષણો જેમને પણ દેખાય તેઓ રેપીડ ટેસ્ટ અવશ્ય કરાવે, રેપીડ ટેસ્ટ થી ડરવાનું નથી , રેપીડ ટેસ્ટ કરાવનાર બધાને કોરોના હોતો નથી. રેપીડ ટેસ્ટ કરાવીને પોતાનું અને પરિવાર નું ઝોખમ ટાળી શકાય છે. માસ્ક પહેરવા થી કોરોના નું સંક્રમણ અટકી શકે છે.
અમરેલી જિલ્લાના કુલ 1671 પોઝિટિવ કેસમાં ફક્ત અમરેલી શહેરના જ 524 કેસો. આજ તા.15 સપ્ટેમ્બરના રોજ કોવિડ-19 ના અમરેલી શહેર ના 11 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લામાં વધુ 30 પોઝિટિવ કેસ નોંધાયા…અમરેલી શહેરના 11 પોઝિટિવ કેસમાં…* જસોદાનગરના 64 વર્ષીય પુરુષ, * ગજેરાપરાના 37 વર્ષીય પુરુષ, * ગંગાપાર્કના 37 વર્ષીય પુરુષ, * મોહનનગરના 65 વર્ષીય પુરુષ, * ગાયત્રી મંદિર નજીકના 58 વર્ષીય પુરુષ, * વૃંદાવનપાર્કના 52 વર્ષીય મહિલા, * ગાંધીપાર્કના 55 વર્ષીય પુરુષ, * પોસ્ટલ સોસાયટીના 52 વર્ષીય મહિલા, * સરદારનગરના 67 વર્ષીય પુરુષ, * જેસિંગપરા ના 78 વર્ષીય વૃદ્ધ, * લાઠી રોડના 66 વર્ષીય મહિલા…સાવરકુંડલાના 4 પોઝિટિવ કેસમાં…* મહાદેવ શેરીના 74 વર્ષીય વૃદ્ધ, * નંદીગ્રામ સોસાયટીના 66 વર્ષીય પુરુષ, * ગુરુકુળ કોલેજ નજીકના 70 વર્ષીય વૃદ્ધ, * નેસડીના 45 વર્ષીય પુરુષ, અમરેલી જિલ્લાના 15 પોઝિટિવ કેસમાં…* ધારીના સરસિયાના 30 વર્ષીય યુવાન, * ધારીના ભાડેરના 60 વર્ષીય પુરુષ અને 80 વર્ષીય વૃદ્ધ ( બે કેસ ), * ધારીના પ્રેમપરાના 50 વર્ષીય મહિલા, * ધારીના પુરનીયા શેરીના 51 વર્ષીય મહિલા * ધારીના 55 વર્ષીય પુરુષ, * બગસરાના માવમુંજવાના 60 વર્ષીય મહિલા, * બગસરાના હામાપુરના 92 વર્ષીય વૃદ્ધ, *બાબરાના લૂંણકી ના 30 વર્ષીય યુવાન, * લાઠી ના દામનગરના 71 વર્ષીય વૃદ્ધ, * મોટા લીલીયા ના 46 વર્ષીય મહિલા, * રાજુલાના 65 વર્ષીય મહિલા, * ખાંભાના મોટા સમઢીયાળા ના 72 વર્ષીય વૃદ્ધ, * અમરેલીના વાંકીયા ના 65 વર્ષીય પુરુષ, * અમરેલીના જાળીયાના 52 વર્ષીય પુરુષ. આમ આજ તા.15 સપ્ટેમ્બર ના રોજ કોવિડ-19 ના અમરેલી શહેરના 11 પોઝિટિવ કેસ સાથે અમરેલી જિલ્લાના વધુ 30 કેસ નોંધાયા. આ સાથે અમરેલી જિલ્લામાં કુલ 1671 પોઝિટિવ કેસ નોંધાયા.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here