અમરેલીના રાંઢીયા ગામની મહિલાએ પતિના ત્રાસથી 181ની મદદ માંગી

અમરેલી તા.9
અમરેલી તાલુકાના રાંઢીયા ગામથી એક મહિલાએ 181માં ફોન કરી જાણ કરતા તુરત જ 181ના કાઉન્સિલર હિનાબેન પરમાર અને ધ.હ કૃપાબેન આ મહિલા સુધી પહોંચતા ગામમાં 181ની ગાડી આવતાની સાથે જ પતિ અને સસરાએ પલાયન કરી લીધેલ. ત્યારે આ મહિલા સાથે કાઉન્સેલીંગ કરી વધુમાં માહિતી મેળવતા પતિ અને સસરા અવાર નવાર છેલ્લા સાત વર્ષથી આમનમ શારીરિક, માનસિક ત્રાસ આપ્યા કરે છે.

આજે તો પતિ અને સસરા બન્નેએ ઝગડો કરી હાથ ઉપાડી લીધેલ. ત્યારે બેનને પોલીસ મદદ અને બેનને મારના કારણે ઈજા થતા 181ની ટીમ દ્વારા બેનને અમરેલી સિવિલહોસ્પિટલમાં લઈ જઈ ત્યાં રિપોર્ટ કરાવી બેનને સારવાર સાથે પોલીસ મદદ આપી તેમના પતિ અને સસરા વિરૂઘ્ધ દહ લઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવેલ.

Source: Sanj Samachar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here